બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / dhanteras 2022 dhanteras shopping shubh muhurat 2022

ધર્મ / ધનતેરસના દિવસે કોઈ ચીજ ખરીદી કરવાનો પ્લાન હોય તો ખાસ વાંચી લો, આ સમયે શોપિંગ કરવાથી થઈ શકે છે નુકસાની

Premal

Last Updated: 01:06 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે સોના-ચાંદી અને અન્ય ઘણી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. જાણો ધનતેરસે શોપિંગના શુભ મુહૂર્ત અને રાહુ કાળ વિશે.

  • ધનતેરસે રાહુ કાળમાં ન કરશો ખરીદી
  • જાણો, ધનતેરસે શોપિંગના શુભ મુહૂર્ત અને રાહુ કાળ વિશે 
  • શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી લાભકારી સિદ્ધ થાય છે

ધનતેરસનો દિવસ માં લક્ષ્મીની પૂજા અને ઉપાય માટે ખૂબ ખાસ 

ધનતેરસનો દિવસ માં લક્ષ્મીની પૂજા અને ઉપાય માટે ખૂબ ખાસ હોય છે. આ દિવસે શોપિંગનુ પણ વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી, વાસણ, ઘર, વાહન અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદીને ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો મુજબ કોઈ પણ કામ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો લાભકારી સિદ્ધ થાય છે અને તેના સારા પરિણામ સામે આવે છે. 

રાહુ કાળ દરમ્યાન ન કરો ખરીદી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરે મનાવવામાં આવશે. દરરોજ થોડો સમય એવો હોય છે, જેને રાહુ કાળ કહેવામાં આવે છે. આ સમયમાં કરવામાં આવેલા કાર્યોમાં નિષ્ફળતા અને વિધ્નનો સામનો કરવો પડે છે. એવામાં ધનતેરસના દિવસે શોપિંગ માટે નિકળતી સમયે તેનુ શુભ મુહૂર્ત જાણી લો. કારણકે તમારી ખરીદવામાં આવેલી વસ્તુઓમાં 13 ગણો વધારો થાય. 

ધનતેરસની તિથિ અને શુભ યોગ 

મહત્વનું છે કે 22 ઓક્ટોબરની રાત્રે 6 વાગ્યાથી ત્રયોદશી તિથિ લાગી રહી છે, જે 23 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યા સુધી રહેશે. એવામા 22 અને 23 બંને દિવસ ધનતેરસનો પર્વ મનાવવામાં આવશે. આજે સાંજે ધન્વંતરી દેવ અને યમ પૂજનના દીપદાન માટે 1-1 મુહૂર્ત છે. તો ખરીદી માટે આખો દિવસ શુભ જણાવવામાં આવી રહ્યો છે. ધનતેરસ પર દિવસમાં ત્રિપુષ્કર યોગ રહેશે. કહેવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલા કામમાં 3 ગણો વધારો થાય છે. જો આ દિવસે શુભ મુહૂર્તમાં કોઈ બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે તો તેમાં ત્રણ ગણો વધારો થશે. તો 23 ઓક્ટોબરે આખો દિવસ સર્વાર્થ સિદ્ધી યોગ રહેશે. તેથી કોઈ પણ પ્રકારની ખરીદી, રોકાણ અને કોઈ પણ વસ્તુની નવી શરૂઆત માટે 23 ઓક્ટોબરનો દિવસ પણ ખાસ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dhanteras Shopping Muhurat Diwali 2022 Shopping dhanteras 2022 Diwali 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ