બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / તલાકના દાવા વચ્ચે પિયર પહોંચી ચહલની પત્ની ધનશ્રી, માતા સાથે શેર કરી સુંદર તસવીરો
Last Updated: 05:51 PM, 13 January 2025
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા હાલ તેમની પર્સનલ લાઈફને લઈને ઘણા ચર્ચામાં ચાલી રહ્યા છે. આનું મુખ્ય કારણ તેમના સંબંધ છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણી એવી પોસ્ટ જોવા મળી રહી છે જેમાં દેખાઈ રહ્યું છે કે, તેઓ હવે છૂટાછેડા લઈ રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલના સમાચાર મુજબ, ધનશ્રી પોતાના માતા-પિતા સાથે તેના ઘરમાં રહે છે. માતા-પિતાના ઘરેથી તેણે પોતાની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. આ તસવીરમાં ધનશ્રી અને તેની માતા સાથે જોવા મળી રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ધનશ્રી તેની માતાને ભેટે પડી છે અને સુકુનથી આંખો બંધ કરીને તેની માં પ્રત્યેના પ્રેમનો આનંદ માણી રહી છે. બીજું કે, આ તસવીરમાં ધનશ્રીની માં પણ ખુશ છે અને દીકરીની સાથે યાદગાર પળોને માણી રહી છે.
વધુ વાંચો: રોહિત શર્મા આ તારીખે રમશે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ! રિપોર્ટમાં સંન્યાસ પર મોટો દાવો
વાત કરીએ ધનશ્રીની તો, તેણે બ્લૂ કલરનું ટોપ પહેર્યું છે અને તેણી મમ્મીએ સાદું અને સિમ્પલ સલવાર સૂટ પહેર્યું છે. જો કે, આ તસવીરને લઈને લોકોએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, ક્યારેય પણ એક સ્ટોરી તરફ વિશ્વાસ ન કરવો. જ્યારે બીજાએ લખ્યું કે, ધનશ્રી હવે સસુરાલ છોડી રહી છે અને તેની માં સાથે જ રહેશે.
જણાવી દઈએ કે, ધનશ્રી અને ચહલ વચ્ચેના સંબંધમાં તિરાડ તો આવી છે પણ હજુ સુધી છૂટાછેડા થયા હોય તેવી કોઈ માહિતી કે સ્પષ્ટતા બહાર પડી નથી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.