બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ઝાઝી ખમ્મા! રાયણના વૃક્ષમાંથી પ્રગટ થયા કળિયુગના જાગતા દેવી, ભક્તને સ્વપ્નમાં કરી હતી જાણ
Last Updated: 06:06 AM, 8 November 2024
ધંધુકામાં ભાદર નદીના તટ પર રાયણુના વનમાં રાયણના વૃક્ષમાંથી પ્રગટ થયેલા રાજ રાજેશ્વરી રાયણુવાળા મેલડી માતાજી કાચની બેનમૂન નક્કાશીથી બનાવાયેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. અહીં કડા, તાવો અને શ્રી ફળનો ભોગ માતાજીને ધરાવાય છે. પૂર્ણ આસ્થા અને શ્રદ્ધાથી માતાજીની માનતા માનનારાઓની મનોકામનાઓ મા પૂર્ણ કરે છે. દર રવિવારે અહીં શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટે છે. દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે.
ADVERTISEMENT
ધંધુકામાં ભાદર નદીના તટ બિરાજમાન મેલડી માતાજી
ADVERTISEMENT
અમદાવાદથી 105 કિમીના અંતરે ભાલ પંથકમાં આવેલા પૌરાણિક નગર ધંધુકા કે જ્યાં 932 વર્ષ પૂર્વે સિદ્ધહેમનો સંસ્કૃત ગ્રંથ જગતને આપનાર પૂ હેમચંદ્રાચાર્ય મુનિના પ્રાદુર્ભાવ તથા જનકલ્યાણ માસિક ના સ્થાપક અને આજના યુગના નરસિંહ મહેતા એવા સંત પુનિત મહારાજની ધરા ધંધુકાની નર્મદા કેનાલના કિનારે રાયણુના વનમાં રાયણના વૃક્ષમાં બિરાજતા રાયણુવાળા મેલડી માતાનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે દરરરોજ કરવામાં આરતી સમયે મંદિર અને મંદિરની આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. શ્રદ્ધાળુઓની અનન્ય અને અપાર શ્રદ્ધા પુરાતન મંદિર સાથે જોડાયેલા છે. ગીચ જંગલમાં રાયણના અનેક વૃક્ષના વનમાં બિરાજતા માતાજીના દર્શને નિર્જન વનમાં આવતા દર્શનાર્થીને ૪૦ વર્ષ પૂર્વે માતાજીએ સ્વપ્નમાં આવી કહ્યું કે હું રાયણના વૃક્ષમાં બિરાજુ છું અને હવે મને મંદિરમાં બિરાજમાન કરો. દેશ વિદેશમાં વસતા મારા ભક્તોના દુઃખ હરવા અને તેમને મારે સાક્ષાત દર્શન આપવા છે.
મેલડી માતાજીમાં ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી છે
માતાજીના કહ્યા મુજબ જ વૃક્ષના થડમાંથી માતાજીની ચૂંદડી, કંકુ, ત્રિશુલ અને ફડું મળી આવ્યું હતું એટલે ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ એકત્ર થઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ગામે ગામથી, દેશ વિદેશથી ભક્તો દર્શનાર્થે આવતા ગયા અને આ જગ્યા પર 25 વર્ષ પૂર્વે માતાજીના મંદિરને કાચની ભવ્ય બેનમૂન નક્કાશીથી માતાજીના અનેક સ્વરુપોની ઝાંખી દર્શવાતા ચિત્રો કંડારવામાં આવ્યા. મેલડી માતાજીમાં ભક્તોની ખૂબ આસ્થા જોડાયેલી છે કારણ કે મેલડી માતાજી કળીયુગના જાગતા દેવી હોવાની લોકમાન્યતા છે. સમગ્ર પંથકમાં કાચની નક્કાશીથી મઢેલ એક માત્ર મંદિર એટલે રાયણુવાળા મેલડી માતાજીનું મંદિર જગ વિખ્યાત બન્યું છે. અહીં સ્થાનિક જ નહિ પરંતુ પરદેશમાં વસતા ભક્તોની પણ માનતાઓ માતાજી પૂર્ણ કરે છે. પરદેશમાં વસતા દંપતીએ તેમના ઘરે શેર માટીની ખોટ પુરાય તેના માટે માતાજીને ત્યાં જ રહીને માનતા માની હતી અને તેમને માતાજીના આશીર્વાદ મળ્યાનું પણ પ્રમાણ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં ભીમે જમીન પર માથું પછાડતા પ્રગટ્યું હતું શિવલિંગ, મા ચામુંડા પણ હાજરાહજૂર
મા મેલડી કળીયુગના જાગતા દેવી હોવાની લોકમાન્યતા
ભાવિકો તેમના ઢોર ઢાખર ચોરાઈ જાય ત્યારે પણ માતાજીના મંદિરે આવી માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થવાની તેમને અતૂટ શ્રદ્ધા છે. દર રવિવારે શ્રદ્ધાળુઓના ઘોડાપુર અહીં ઉમટે છે તો માતાજીના પાટોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ ભાવ અને ભવ્યતાથી ઉજવવામાં આવે છે. મંદિરે અન્નક્ષેત્ર, યાત્રાળુઓને રહેવાની સુવિધા, વિશાળ હોલ સહિત વિશાળ મંદિર સંકુલ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં માતાજીને કડા, તાવો અને શ્રી ફળનો પ્રસાદ ધરાવાય છે. અહીંનો પ્રસાદ ભક્તોને અહીં જ આરોગવાનો હોય છે. પ્રસાદને મંદિર પરિસર બહાર લઈ જવાની માતાજીની પરવાનગી ના હોવાથી તે બહાર લઈ જવાતો નથી. ધંધુકા રાયણુવાળા મેલડી માતાજીનું ધામ છેલ્લા ૨૫ વર્ષોથી ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. તો હરવા ફરવામાટેનું ઉત્તમ સ્થળ પણ બની ગયું છે. મેલડી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન અને અન્ય સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા હિન્દૂ મુસ્લિમ જ્ઞાતિના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. રવિવારે અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીના મંદિરે દર્શન કરી પર્યટનનો આનંદ માણે છે. અને નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT