બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / dhanashree verma did not want marry yuzvendra chahal know why

ના હોય! / યુજવેન્દ્ર ચહલ સાથે લગ્ન ન હતી કરવા માંગતી ધનશ્રી, મુકી હતી આવી શરત, જાણો કઈ રીતે થયુ મિલન

Arohi

Last Updated: 12:30 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanashree Verma Yuzvendra Chahal: યુજવેન્દ્ર ચહલે એક ખાસ વાતચીત વખતે જણાવ્યું હતું કે જ્યારે મેં ધનશ્રી સાથે લગ્ન કરવા માટે કહ્યું ત્યારે તેણે પહેલા ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું કે હું પહેલા તમને મલવા માંગુ છું. જેના બાદ બન્ને મુંબઈમાં મળ્યા. ત્યાર બાદ ધનશ્રીએ લગ્ન માટે હા કરી.

  • ચહલ સાથે લગ્ન કરવા ન હતી માંગતી ધનશ્રી 
  • લગ્ન માટે મુકી હતી આવી શરત 
  • ચહલે જ કર્યો હવે આ વાતનો ખુલાસો 

યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની સ્ટાર જોડી ફેંસની વચ્ચે ખૂબ જ ફેમસ છે. ક્યૂટ કપલ્સે વર્ષ 2020ના ડિસેમ્બરમાં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. યુજવેન્દ્ર ચહલે એક ખાસ વાતચીત વખતે જણાવ્યું હતું કે જ્યારે મેં ધનશ્રી સાથે લગ્ન કરવા માટે કહ્યું ત્યારે તેણે પહેલા ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું કે હું પહેલા તમને મલવા માંગુ છું. જેના બાદ બન્ને મુંબઈમાં મળ્યા. ત્યાર બાદ ધનશ્રીએ લગ્ન માટે હા કરી. 

લોકડાઉનમાં થઈ હતી પહેલી મુલાકાત 
યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની પહેલી મુલાકાત લોકડાઉન વખતે થઈ હતી. આ વચ્ચે ચહલે ધનશ્રી પાસેથી ડાન્સ ક્લાસ લીધા હતા. બન્નેની વચ્ચે અહીંથી જ વાતચીતનો સિલસિલો શરૂ થયો. જે છેલ્લે લગ્નમાં ફેરવાઈ ગયો. 

ચહલે જણાવી હતી હકીકત 
ચહલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "લોકડાઉન વખતે હું પોતાના પરિવારની સાથે રહેતો હતો. પરંતુ પહેલી વખત હતું જ્યારે હું ગુરૂગ્રામ ઘરમાં ત્રણ- ચાર મહિના સુધી રોકાયો. ત્યાં મેં મારા પરિવાર અને પાલતુ જાનવરોની સાથે આનંદ કર્યો. ત્યારે મને જાણવા મળ્યું કે ધનશ્રી ઓનલાઈન ડાન્સ ક્લાસ આપે છે. માટે મેં 2 મહિના સુધી તેની સાથે ઓનલાઈન ક્લાસ લીધા."

ચહલે જણાવ્યું, "મેં તેને પુછ્યુ તમે જીવનમાં આટલા ખુશ કેમ છો? જવાબમાં તેણે કહ્યું હું આવી જ છું. હું જીવનમાં નાની નાની વસ્તુઓમાં ખુશી શોધુ છું. આ સાંભળ્યા બાદ મને પોઝિટિવ વાઈબ્સ મળી અને મેં મારા પરિવારને જણાવ્યું. મેં તેમને કહ્યું હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ ડેટિંગમાં સમય બર્બાદ કરવા નથી માંગતો."

સંકળાયેલા મુદ્દાઓ

Marriage Yuzvendra Chahal dhanashree verma ધનશ્રી વર્મા યુજવેન્દ્ર ચહલ dhanashree verma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ