દેવશયની એકાદશીથી દેવ સૂઈ જાય છે અને કોઈપણ શુભ-માંગલિક કાર્ય નથી કરવામાં આવતા. અષાઢ શુક્લ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગનિદ્રામાં જતા રહે છે. તેથી તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પછી કાર્તિક શુક્લ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગે છે અને તુલસી સાથે લગ્ન કરે છે. તે સાથે જ શુભ-માંગલિક કાર્ય ફરીથી શરૂ થઈ જાય છે. આ વર્ષે 17 જુલાઈએ દેવશયની એકાદશી છે. આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ વર્ષે દેવશયની એકાદશીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યો છે. આ શુભ યોગની અસર 4 રાશિના લોકોને થશે.
Share
1/4
1. મેષ રાશિ
કરિયરમાં સફળતા મળી શકે છે. તમને આર્થિક લાભ થશે. જો કે, ખર્ચા વધી શકે છે પરંતુ આ પરિસ્થિતિમાં તમે સામનો કરી શકશો. સકારાત્મક વિચારો રાખવા.
આ તસવીર શેર કરો
2/4
2. વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે દેવશયની એકાદશીથી સારો લાભ થશે. તમારા જીવનમાં સાકારાત્મક દિવસોની શરૂઆત થશે. તમામ જૂની સમસ્યાઓ દૂર થશે. સંબંધો સુધરશે. તેમજ નવી નોકરીની તક મળી શકે છે.
આ તસવીર શેર કરો
3/4
3. સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને દેવશયની એકાદશીથી લાભ થશે. રાજનીતિમાં સક્રિય લોકો માટે સમય સારો છે. તમારો પ્રભાવ વધશે. તેમજ વેપાર ધંધામાં સફળતા મળશે. અને પૈસા કમાવવા માટે નવી તકો પ્રાપ્ત થશે.
આ તસવીર શેર કરો
4/4
4. કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને પણ દેવશયની એકાદશીથી લાભ થશે. તેમજ દરેક કામમાં સફળતા મળશે. રોકાણ કરવાથી લાભ થશે. નોકરી અથવા પ્રમોશન મળી શકે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
zodiac
Shubh Yog
devshayani ekadashi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.