બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દેવશયની એકાદશી પર થઈ જશો માલામાલ, પરોઢિયે કરજો આટલું કામ, અનેક ગણું ફળ મળશે

જ્યોતિષ / દેવશયની એકાદશી પર થઈ જશો માલામાલ, પરોઢિયે કરજો આટલું કામ, અનેક ગણું ફળ મળશે

Last Updated: 06:59 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. દેવશયની એકાદશીને હરિશયની એકાદશી, પદ્મ એકાદશી અને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વખતે દેવશયની એકાદશી 17 જુલાઈએ એટલે કે બુધવારે છે. હિન્દુ પંચાંગના અનુસાર, અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી મનાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાં જતા રહે છે અને કાર્તિક શુક્લ એકાદશી પર જાગે છે.

PROMOTIONAL 10

આ એકાદશીના દિવસે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ પૂજા કરે છે અને કંઈક ઉપાય કરે છે તો તમામ પાપોથી મુક્તિ મળી જાય છે. સાથે જ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. દેવશયની એકાદશીના દિવસે સ્નાન-ધ્યાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ અર્પણ કરવું. તમે દૂધ પણ ચઢાવી શકો છો. આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારા પર થાય છે અને સાથે ધન સાથે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષના અનુસાર, વેપારમાં સફળતા માટે તુલસીના મૂળને ગંગાજળથી ધોઈને તેના પર પીળા કલરનું વસ્ત્ર બાંધીને તેને તિજોરીમાં રાખી દેવું.

વધુ વાંચોઃ- બુધનું સિંહ રાશિમાં ગોચર, 5 રાશિના જાતકોને કરિયરમાં મળશે સફળતા, ડબલ થશે કમાણી

બીજા દિવસે તે મૂળની માળા બનાવી લો અને પૂજાના સમયે તેને ભગવાન વિષ્ણુને અર્પિત કરો અને બીજા દિવસે તુલસીના મૂળની માળાને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આવું કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharm News devshayani ekadashi tulsi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ