જાણીને થશે આશ્ચર્ય, ભારતમાં આવેલા આ મંદિરમાં વર્ષો પ્રગટે છે પાણીથી દીવો

By : juhiparikh 02:46 PM, 08 November 2018 | Updated : 02:46 PM, 08 November 2018
આસ્થા અને ભક્તિ પાસે વિજ્ઞાનના તર્ક ઘણી વખત કામ નથી આવતા. ભક્તિ એક વિશ્વાસ છે. ભક્તના પોતાની શ્રદ્ઘા પત્યેનો. કોઇ માને કે ના માને પણ દેશમાં અનેક ચમત્કારો થયેલા છે. દેશના કેટલાય મંદિરો તથા ધાર્મિક સ્થળમાં ચમત્કાર થયેલા છે. જે ઇશ્વરના અસિતત્વનું પ્રમાણ માનવામાં આવે છે. આ પણ ચમત્કાર કે જેની સામે વિજ્ઞાનના તર્ક લાંબા સમય સુધી નથી ટકતા. આવા ચમત્કારો પૈકીનો એક ચમત્કાર ગડિયાઘાટી વાળા માતાજીના મંદિરનો છે. મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં કાલિસિંધ નદીના કિનારે આ મંદિર આવેલુ છે. 

આ મંદિરમાં એક એવી દેવી શક્તિનો વાસ છે, જેને પગલે અહીં પાણીના દીવા કરવામાં આવે છે. એટલે કે દીવા કરવા માટે કોઇ ઘી કે તેલની જરૂર નથી. પાણીથી દીવો પ્રગટાવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી આ મંદિરમાં આવો ચમત્કાર જોવા મળી રહ્યો છે. 

આ મંદિરમાં એક દીવો છે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજ્વલિત છે. આ દીવામાં તેલ કે ઘી નહીં પણ પાણી નાખવામાં આવે છે. આ દીવામાં કાલીસિંઘ નદીનું પાણી નાખવામાં આવે છે. 

દીવામાં પાણી નાંખવાથી પાણીના ચીકણા પદાર્થ તેલના રૂપમાં પરિવર્તિત થાય છે અને દીવો પ્રજ્વલિત રહે છે. ચમત્કારના આ દર્શન માટે દૂર-દૂરના વિસ્તારોમાંથી અહીં લોકો દર્શન કરવા માટે આવે છે. પાણીનો દીવો પ્રજ્વલિત જોઇને દરેક શ્રદ્ઘાળુઓની માતાજી માટેની શ્રદ્ઘા વધી જાય છે. 

આ મંદિરના પૂજારી કહે છે કે, અગાઉ અહીં તેલથી દીવો થતો હતો. પણ એક દિવસ મા એ પોતે પૂજારીના સ્વપ્નમાં આવીને પાણીથી દીવો કરવાનું કહ્યું હતું. ત્યારથી કાલીસિંઘ નદીના પાણીથી દીવો પ્રગટી રહ્યો છે. Recent Story

Popular Story