આ મંદિરમાં બજરંગબલી આજે પણ બોલે છે રામ રામ રામ...

By : krupamehta 01:49 PM, 23 December 2018 | Updated : 01:49 PM, 23 December 2018
આમ તો દુનિયાભરમાં હનુમાનજીના એવા ઘણા મંદિરો છે, જે પોતાના કોઇને કોઇ ચમત્કારને લઇને દેશભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ આજે જે મંદિર માટે જણાવવા જઇ રહ્યા છીએ એનો ચમત્કાર બાકીના મંદિરોથી ઘણો અલગ છે. જી હાં, આ મંદિરમાં કંઇક એવું થાય છે જે માટે કોઇ વિચારી પણ શકે નહીં. અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરપ્રદેશના ઇટાવાથી 12 કિલોમીટરથી પિલુઆ મહાવીર મંદિર છે, એટલું તો તમામ જાણે છે કે પવનપુત્ર હનુમાન જી શ્રી રામના પરમ ભક્ત હતા અને દરેક સમયે એમને જ યાદ કરતા રહેતા હતા. 

આ મંદિરના આસપાસના જિલ્લા સહિત દૂરદૂરથી ભક્તોની ભીડ રહે છે. માન્યતા છે કે અહીંયા દર્શન કરવા આવતા ભક્તોની મહાવીર જટિલમાં જટિલ રોગો ઠીક કરી દે છે. 

લોકોની માન્યતાઓનું માનીએ તો અહીંયા મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ પ્રસાદ ખાય છે. આ ઉપરાંત અહીંયા મૂર્તિના મુખમાંથી સતત રામ નામનો અવાજ સંભળાય છે અને આ સાથે જ મૂર્તિમાં શ્વાસ લેવાનો આભાસ પણ થાય છે. જણાવી દઇએ કે મંદિરમાં સ્થાપિત હનુમાનજીનું દક્ષિણ તરફ મોંઢું રાખીને સૂતેલા છે. કહેવામાં આવે છે કે મોઢામાં જેટલો પ્રસાદના રૂપમાં લાડુ અને દૂધ ચઢાવવામાં આવે છે એ ક્યાં ગુમ થઇ જાય છે એના માટે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. Recent Story

Popular Story