જેતપુર / જલારામ બાપાની 220મી જયંતિએ બાપાના દર્શન કરવા વીરપુરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 220મીં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વીરપુરમાં ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી લોકોએ વીરપુરમાં જલારામ બાપાની દર્શન કરવા માટે લાઈન લગાવી હતી. જલારામ બાપાના દર્શન કરવા માટે વિદેશથી પણ પહોંચ્યા હતા. 220મીં જન્મજયંતિની સાથે આજે સદાવ્રતને 200 વર્ષ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વીરપુરમાં દેશનું એકમાત્ર મંદિર છે જ્યા છેલ્લા 20 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતુ નથી. દાન લીધા વગર મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે..

બ્રેકિંગ ન્યૂઝ