માં અંબાને દ્વારા ઉમટ્યા ભક્તો, 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી

By : hiren joshi 10:16 PM, 22 September 2018 | Updated : 10:16 PM, 22 September 2018
અંબાજીઃ ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. આજે મેળાનો ચોથો દિવસ હતો. ત્યારે સવારથી જ માઈભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે શિસ્તબદ્ધ લાઈનોમાં ઉભા રહીમાં અંબાની એક ઝલક મેળવવા ઉત્સાહિત જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં માઈભક્તો ભીડ જોવા મળી હતી. ભક્તો કિલોમીટર સુધી ચાલીને લાગતો થાક માતાજીની એક ઝલકથી જાણે ગાયબ થઈ એક અનોખું સ્મિત તેમના ચહેરા પર જોવા મળ્યું હતું.

અંબાજીમાં લાખો ભકતોમાં અંબાના દર્શન કરવા માટે કઠિન પદયાત્રા કરી રહ્યા છે. 4 દિવસમાં 15 લાખથી વધુ સંખ્યામાં માઇભક્તો માં અંબાના દર્શન માટે પહોંચ્યા છે. દૂર દૂરથી લોકોમાં અંબાના દર્શન કરવા માટે આવે છે. માં અંબાના જયઘોષ સાથે તેઓ પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે અંબાજી ના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા હતા.

ભાદરવી પૂનમના મહામેળામાં ન માત્ર યુવાનો કે વડીલો પરંતુ બાળકો પણ કઠિન પદયાત્રામાં સહભાગી બની રહ્યા છે. ડીસાના લાલચોકીથી માતાજીના રથ સાથે નીકળેલા 200થી વધુ પદયાત્રીઓ બીજા દિવસે દાંતા નજીક પહોંચ્યા હતા. જેમને વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લા 15 વર્ષથી અંબાજી માં અંબાના દર્શન માટે પગપાળા આવીએ છીએ. એમને કોઈ થાક લાગતો નથી માતાજી અમારી દરેક મનોકામના પૂરી કરે છે.Recent Story

Popular Story