બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Devotees do not come to Kedarnath Dham to see gold and silver... Temple committee and priests face each other

વિવાદ / કેદારનાથ ધામમાં ભક્તો સોના ચાંદી જોવા નથી આવતા... મંદિર સમિતિ અને પુરોહિતો આમને સામને, જાણો કારણ

Priyakant

Last Updated: 05:03 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂજારીઓએ કહ્યું કે, કેદારનાથ મંદિર મોક્ષનું ધામ છે. ભક્તો અહીં મોક્ષ મેળવવા માટે આવે છે, સોના-ચાંદીના દર્શન કરવા માટે નહીં

  • કેદારનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને બ્યુટિફિકેશન વચ્ચે વિવાદ
  • મંદિરના ગર્ભગૃહમાં ચાંદીની જગ્યાએ સોનું ચઢાવવાની તૈયારીઓ
  • કેદારનાથ ધામમાં ભક્તો સોના ચાંદી જોવા નથી આવતા: પૂજારીઓ 

કેદારનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં ચાંદીની જગ્યાએ સોનું ચઢાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે હવે  કેદારનાથ ધામના તીર્થયાત્રીઓ આ પગલાનો વિરોધ કરી રહ્યા હોય વિવાદ સર્જાયો હતો. હવે શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, તે સ્થાનિક લોકોના સંપર્કમાં છે અને મંદિરના બ્યુટિફિકેશનનો કોઈ વિરોધ કરી રહ્યું નથી.

શ્રી  બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું, 'કેદારનાથ મંદિરને સમયાંતરે રિનોવેટ અને બ્યુટિફિકેશન કરવું સામાન્ય પ્રક્રિયા છે. અમે સ્થાનિક રહેવાસીઓના સંપર્કમાં છીએ. હવે આ પગલા (રિનોવેશન અને બ્યુટીફિકેશન) નો કોઈ વિરોધ કરતું નથી. મંદિરના બ્યુટીફીકેશનની કામગીરી રાત્રીના સમયે કરવામાં આવી રહી છે, જેથી યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેમણે કહ્યું કે રાત્રિ દરમ્યાન મંદિરના ગર્ભગૃહમાં સોનાનો એક પડ ઉમેરી શકાય છે, જેને તેઓ મંજૂરી નહીં આપે. આ પછી હવે મંદિર સમિતિના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે.

નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહારાષ્ટ્રના એક દાતાએ કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં સોનું ચઢાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એવું કહેવાય છે કે, મંદિરના અંદરના ભાગમાં 200 કિલોથી વધુની ચાંદીની અસ્તર પહેલેથી જ લગાવેલી છે. હવે અહીં ગોલ્ડ પ્લેટિંગની ટ્રાયલ ચાલી રહી છે. કેદારનાથ ધામના પૂજારીઓ આ પગલાના વિરોધમાં બહાર આવ્યા છે. પૂજારીઓ કહે છે કે, કેદારનાથ મંદિર મોક્ષનું ધામ છે. ભક્તો અહીં મોક્ષ મેળવવા માટે આવે છે, સોના-ચાંદીના દર્શન કરવા માટે નહીં.

આ તરફ કેદારનાથ મંદિર સાથે છેડછાડની શક્યતાને લઈને સ્થાનિક પૂજારીઓ ચિંતિત છે. મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે પૂજારીઓની આ શંકાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, મંદિરના ગર્ભગૃહ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, હાલમાં મંદિરમાં પહેલાથી જ લગાવેલ ચાંદીના પડને હટાવીને સોનાનું પડ લગાવવામાં આવશે. જ્યારે આ મંદિર સુવર્ણ જડિત બનશે ત્યારે તેની ભવ્યતામાં વધુ વધારો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath Temple કેદારનાથ ધામ કેદારનાથ મંદિર બ્યુટિફિકેશન ગર્ભગૃહ જીર્ણોદ્ધાર પુરોહિતો મંદિર સમિતિ kedarnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ