બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ભક્તો ઘટયાં! ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન, દર્શનથી લઈને દાન સુધીના આંકડા જાહેર
Last Updated: 10:29 PM, 18 September 2024
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. આ પ્રસંગે 3134 ધજારોહણ અને 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન લીધું હતું. મંદિર દ્વારા 19.89 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું હતું. જ્યારે 2.66 કરોડ ભંડાર અને ગાદીની આવક છેલ્લા દિવસે થઇ હતી. ઉપરાંત 504.670 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું.
ADVERTISEMENT
અંબાજી
ભાદરવા સુદ નોમથી શરૂ થયેલા મહામેળામાં વહીવટીતંત્રએ ખડેપગે રહીને ભક્તોની સેવા કરી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાખો લોકોઅ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે મેળો સુખરૂપ પૂરો થતા વહીવટી તંત્ર દ્વારા માના મંદિરમાં ધજા ચડાવવામાં આવી હી. બનાસકાંઠાના મોટા અંબાજી અને સાબરકાંઠાના નાના અંબાજીમાં વહીવટી તંત્ર દ્વારા વાજતે ગાજતે ધજા ચડાવાઇ હતી.
ADVERTISEMENT
આંકડામાં ઘટાડો
આ સમગ્ર મેળામાં ચાલુ વર્ષે ગત વર્ષ કરતા દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગત વર્ષે અંદાજિત 40 લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. ત્યારે આ વર્ષે આ આંકડામાં મોટા પાયે ઘટાડો થયો છે. ત્યારે ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 27 લાખ લોકો દર્શનાર્થે અંબાજી આવ્યા હતા.
કેમ ઘટી સંખ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમિયાધામ ઉંઝામાં ભાદરવી પૂનમના દિવસોમાંજ મેળાનો અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કારણે પાટીદારો મોટી સંખ્યામાં ઉંઝા ગયા હોવાથી અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં ઘટ વર્તાઇ હતી.
વધુ વાંચો : આ મહિલાઓને સેક્સમાં સૌથી વધારે ઈન્ટરેસ્ટ, પેદા કરી રહી છે 7 બાળકો, સાંભળીને ચોંકી જવાશે
અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળામાં માઈભક્તો દ્વારા મોટાપાયે દાન કરવામાં આવતુ હોય છે, ત્યારે આ વર્ષે દાનની રકમમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ગત વર્ષે રૂપિયા 6.89 કરોડની આવક ભંડાર-ગાદી-ભેટ કાઉન્ટરથી થયી હતી. જ્યારે આ વર્ષે સાત દિવસમાં રૂપિયા 2.66 કરોડની આવક થઈ છે. સોનાનું દાન ગત વર્ષે 520 ગ્રામ હતું જ્યારે આ વખતે અત્યાર સુધી 504.67 ગ્રામ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.