બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / મહારાષ્ટ્રમાં ભાજપની હાર માટે કોણ જવાબદાર? દેવેન્દ્ર ફડણવીસે કર્યો ખુલાસો, કરી ડેપ્યુ. CM પદ છોડવાની ઓફર

લોકસભા ચૂંટણી પરિણામ 2024 / મહારાષ્ટ્રમાં ભાજપની હાર માટે કોણ જવાબદાર? દેવેન્દ્ર ફડણવીસે કર્યો ખુલાસો, કરી ડેપ્યુ. CM પદ છોડવાની ઓફર

Last Updated: 04:22 PM, 5 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં ભાજપ માત્ર 9 લોકસભા સીટ જીતી શકી છે. ત્યાં જ ગઠબંધન સહયોગી શિવસેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજીત પવાર) ક્રમશઃ 7 અને 1 બેઠક જીતી શક્યા છે. રાજ્યની 48 સીટોમાં એનડીએને માત્ર 17 સીટ જ મળી છે. જ્યારે ઈંડિયા બ્લોકને 30 સીટો પર જીત મળી છે.

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં ભાજપનાં ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી ડેપ્યુટી મુખ્યમંત્રીનાં હોદ્દા પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેની તમામ જવાબદારી હું સ્વીકારૂ છું. કારણ કે પાર્ટીનું નેતૃત્વ હું કરી રહ્યો હતો. હું વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ સમય આપવા માંગતો હતો. હું ભાજપનાં હાઈ કમાન્ડને વિનંતી કરૂ છું કે મને જવાબદારીમાંથી મુક્ત કરે. જેથી હું આગામી ચૂંટણીને લઈ પાર્ટી માટે તનતોડ મહેનત કરી શકું. તમને જણાવી દઉ કે મહારાષ્ટ્રમાં ભાજપ માત્ર 9 સીટ પર જીતી શકી છે. ત્યાં જ ગઠબંધન સહયોગી શિવસેના તેમજ એનસીપી ક્રમશઃ 7 અને 1 સીટ જીતી શકી છે. રાજ્યની 48 સીટોમાં એનડીએને માત્ર 17 સીટો જ મળી છે. ઈંડિયા બ્લોકને 30 સીટો પર જીત મળી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું દેશની જનતાને ધન્યવાદ આપું છું કે જેમણે મોદીજીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટે પોતાનાં આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રમાં અમને જોઈએ તેવું પરિણામ મળ્યા નથી. અમને ખૂબ જ ઓછી સીટો મળી છે. વિપક્ષને સૌથી વધુ સીટો મળી છે. તેમને હું જણાવવા માંગું છું કે, તમામ ચૂંટણીમાં એક ગણિત છે. જેમાં અમે હારી રહ્યા છીએ. એમવીએ ને ભલે 30 સીટ મળી હોય પરંતું વોટ શેર લગભગ એટલો નથી. તેમણે 2 લાખ 50 હજાર વોટ મળ્યા છે અને અમને 2 લાખ 48 હજાર વોટ મળ્યા છે. મુંબઈમાં કુલ મળીને અમે વિપક્ષી ગઠબંધન કરતા 2 લાખ વોટ વધુ મળ્યા છે. પરંતું અમને સીટ માત્ર બે જ મળી છે. મુંબઈની કેટલીક સીટો પર જીત અને હારનું માર્જીન ખૂબ જ ઓછું રહ્યું છે.

વધુ વાંચોઃ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, એક જ જીલ્લાના 6 લોકો બનશે સાંસદ

આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં અપેક્ષા મુજબનું રહ્યું નથી. ભાજપને 2019 ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 23 સીટો મળી હતી. રાજસ્થાાનમાં પાર્ટીને ગત વર્ષ કરતા 25 માંથી 24 સીટ મળી હતી. આ વખતે તેમને ફક્ત 14 સીટથી સંતોષ માનવો પડ્યો છે. આ રીતે પશ્ચિમ બંગાળમાં પાર્ટી 18 થી 9 સીટો મેળવી છે. તેમજ યુપીમાં એનડીએએ 64 અને 36 સીટો પર આગળ છે. ભાજપે એકલા હાથે 62 સીટો જીતી છે. આ વખતે માત્ર 33 સીટોથી જ સંતોષ માનવો પડ્યો છે. આ વખતે ભાજપની લીડ બહુમતીના 272ના આંકડા કરતા 32 ઓછી છે. સરકાર બનાવવા માટે તેઓ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનમાં તેમના સાથી પક્ષો પર નિર્ભર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Eknath Shinde Lok sabha Election result 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ