Development aid becomes Gujarat's new DGP: Will take charge of police chief after UPSC meeting
BIG BREAKING /
વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય
Team VTV04:35 PM, 31 Jan 23
| Updated: 04:38 PM, 31 Jan 23
આશિષ ભાટીયાની નિવૃતિને પગલે વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે. ઉપરાંત નવા મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવશે.
રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર
વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે
આશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે
રાજ્યના નવા પોલિસ વડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવશે. મહત્વનું છે કે આશિષ ભાટીયાનોં કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેઓ નિવૃતિ થઈ રહ્યા છે. એક્સ્ટેનશન અપાયા બાદ નિવૃત થઈ રહ્યા છે. આથી તેમના સ્થાને વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ સંભાળશે. UPSCની મળેલી બેઠકમાં આ નામ પર મહોર મારવામાં આવી છે.
સાથે સાથે રાજ્યને નવા મુખ્ય સચિવ પણ મળ્યા છે. ત્યારે મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને ચાર્જ સોંપવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સાંજે 4 વાગ્યા બાદ નવા મુખ્ય સચિવ રાજ કુમાર ચાર્જ સંભાળશે.
કોણ છે વિકાસ સહાય?
વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS.
1999માં આણંદ SP હતા.
2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી.
એડિશનલ CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી.
2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી.
સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ કામ કર્યું છે.