બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાતનું એવું મંદિર જ્યાં સૂર્યદેવનું પ્રથમ કિરણ હનુમાનજી પર પડે છે, ગામ રહ્યું હતું કોરોના મુક્ત
Last Updated: 05:58 AM, 8 February 2025
ઓલપાડથી ૧૨ કિમી દુર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હતા.યજ્ઞકાર્ય સમયે બ્રાહ્મણોનુ રક્ષણ અને સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજી ઉંચા ટેકરા પર સ્થાયી થયા અને યજ્ઞકાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થઈ શ્રી રામચન્દ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા તે સમયથી હનુમાનજીનો અહિં વાસ છે.ઓલપાડના કપાસી ગામે ટેકરી પર ત્રેતા યુગમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાવીર હનુમાનજી તરીકે ઓળખાયા હતા. હનુમાનજીની કૃપાથી કપાસી ગામ હંમેશા સુખી સંપન્ન છે કોરોનાકાળમાં કપાસી ગામના એક પણ વ્યકિતને કોરોના થયો નહોતો તેને ગ્રામજનો હનુમાનજીના આશીર્વાદ માને છે.
ADVERTISEMENT
કળીયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક પરચા છે.અનેક ભાવિકોની માનતા દાદાના મંદિરે પૂર્ણ થઇ છે.મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે, અને નવી શક્તિના સંચાર સાથે ઘરે પરત ફરે છે. કપાસીમાં ભગવાન સૂર્યદેવનુ પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે એટલે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ થાય છે. કપાસી ગામના લોકો પર હનુમાન દાદાના ભરપુર આશીર્વાદ છે.હનુમાનજી મંદિરની મૂર્તિ યુગો પુરાણી છે. આ સ્થાન પર હનુમાજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે. જે ભાવિકોને મનોવાંછિત ફળ આપે છે.
ADVERTISEMENT
કપાસી અને આજુબાજુના ગામના લોકો પણ હનુમાનજીના દર્શન કરવા નિયમિત દાદાના મંદિરે આવે છે અને હનુમાનજીદાદા તેમના પર સદાય આશીર્વાદ વરસાવી તેમનુ રક્ષણ કરે છે એટલે જ મંદિરે આવતા દરેક ભાવિકોની દાદા પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. કપાસી ગામનું નામ પણ હનુમાનજીના નામ કપીસ પરથી જ પડેલુ છે. જે હાલ પાવનધામ કપાસી નામથી ઓળખાય છે. હનુમાનજીનુ મંદિર દરિયા કિનારાના મંદિર તરીકે પણ પ્રચલિત છે. અને હનુમાનજીની પાવન મૂર્તિના દર્શન અલૌકિક છે...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.