બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / એક્શન-થ્રિલરથી ભરપૂર છે ફિલ્મ Devara Part 1નું ટ્રેલર, ડબલ રોલમાં નજરે પડ્યો જૂનિયર NTR
Last Updated: 01:18 PM, 11 September 2024
છેલ્લા થોડા સમયથી બૉલીવુડ નહીં પણ સાઉથની ફિલ્મો લોકોને વધુ પસંદ આવી રહી છે, એવામાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'દેવરા' લોકો વચ્ચે ચર્ચામાં રહી છે. આ ફિલ્મના ગીતો અને ટીઝરે પહેલાથી જ દર્શકોને પસંદ આવી રહ્યા હતા એવામાં મેકર્સે દેવરાનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
ADVERTISEMENT
When the sea stirs…
— Devara (@DevaraMovie) September 11, 2024
this is the result 🤙🏻#DevaraTrailer #Devara pic.twitter.com/ynWHFe1emS
જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ 'દેવરા પાર્ટ 1'ની ઘણા સમયથી ચાહકો રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મમાં અભિનેત્રી જ્હાન્વી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સૈફ અલી ખાન ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ દેવરાનું ટ્રેલર અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે અને લોકો તેના ઘણા વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આ ફિલ્મ દ્વારા બોલિવૂડની જાણીતી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેલુગુ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહી છે. ટ્રેલરમાં જુનિયર એનટીઆર સાથેની તેની કેમિસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ આવી રહી છે. તે જ સમયે, સૈફ અલી ખાન ફરી એકવાર વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને બૉલીવુડના નવાબનો આ લુક દર્શકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 'દેવરા' લગભગ 300 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આમાં શ્રુતિ મરાઠે, પ્રકાશ રાજ, શ્રીકાંત અને અભિમન્યુ સિંહ જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
જો કે, શરૂઆતમાં આ ફિલ્મ દશેરાના અવસર પર રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. જુનિયર NTR છેલ્લે 2022 મેગા બ્લોકબસ્ટર RRR માં જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.