બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:37 PM, 19 June 2024
પાણીમાં ડૂબાઈને બહાર આવેલી કારમાં બે હાડપિંજરો દેખાતાં ગામલોકોમાં ભારે ભય ફેલાયો હતો અને ચર્ચા એક જ હતી કે આખરે આ હાડપિંજર કોના હતા અને તેમની હત્યા થઈ કે આત્મહત્યા, ભારે ભેદ ભરમવાળી આ ઘટના મધ્યપ્રદેશના મુરેના જિલ્લાની ક્વારી નદીમા બની છે. હકીકતમાં ચાર મહિના પહેલા પ્રેમસંબંધમાં રહેલા દિયર અને ભાભી ઘેરથી ભાગી ગયાં હતા જેઓ હવે કાર સાથે મરેલી હાલતમાં મળ્યાં છે.
ADVERTISEMENT
કોના છે હાડપિંજરો
ક્વારી નદી પર ગોપી ગામ પાસે બનેલા સ્ટોપ ડેમમાં પાણી ઓછું હોવાને કારણે મંગળવારે એક કાર તેમાં જોવા મળી હતી. કારની વચ્ચેની સીટ પરથી દિયર અને ભાભીના હાડપિંજર મળી આવ્યા હતા. આ પછી લોકોના ટોળેટોળા ભેગા થયાં હતા અને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર સહિત હાડપિંજરને બહાર કાઢ્યા હતા. મૃતકનું ગામ નજીકમાં હતું, તેથી ગ્રામજનોએ તેઓને દિયર-ભાભી તરીકે ઓળખાવ્યા. જે હાડપિંજર મળી આવ્યા છે તેમાં જગદીશ જાટવનો પુત્ર 26 વર્ષીય નીરજ અને મુકેશ જાટવની પત્ની 32 વર્ષીય મિથિલેશનું છે. નીરજ જાટવ અને મહિલાનો પતિ મુકેશ જાટવ પિતરાઈ ભાઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પત્ની સાથે ઝગડો થતાં બહાર સુઈ ગયો યુવાન, સાંસદની પુત્રીએ કાર ફેરવી દેતાં તત્કાળ મોત
દિયર-ભાભી વચ્ચે હતો પ્રેમસંબંધ
મૃતક નીરજને તેની ભાભી મિથિલેશ સાથે પ્રેમસંબંધ હતો અને તેઓ બન્ને ચાર મહિના પહેલા ઘેરથી કારમાં ભાગી ગયાં હતા. તે વખતે ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવાઈ હતી. પરંતુ હવે ખરો સવાલ એ છે કે તેમને કાર સાથે નદીમાં પડીને આપઘાત કર્યો કે પછી કોઈએ તેમને મારીને કાર સાથે નદીમાં ફેંકી દીધા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.