બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / 'કિશોર કુમારના ગીતો અને દેવાનંદની ફિલ્મો...' ઈમરજન્સીનો ઉલ્લેખ કરીને PM મોદીએ કોંગ્રેસને ઘેરી
Last Updated: 07:19 PM, 6 February 2025
ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે ઇમરજન્સીથી લઈને ફેમસ એક્ટર દેવાનંદ પર લગાવેલા બેન સહિત તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો. PM મોદીએ કહ્યું કે આઝાદી બાદ તરત જ સંવિધાન નિર્માતાઓની ભવાનાઓ ખંડિત થઈ ગઈ હતી. સંવિધાન સંશોધન કરી દીધું. અખબારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને ફ્રીડમ ઓફ સ્પીચને પણ દબાવવામાં આવી. PM મોદીએ કહ્યું દેવાનંદે ઇમરજન્સીનું સમર્થન કરવાની ના પાડી તો તેમની ફિલ્મો બેન કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું, "જ્યારે નેહરુ જી પ્રધાનમંત્રી હતા, ત્યારે મુંબઈમાં કારીગરોની હડતાળ થઈ હતી. તેમાં મજરૂહ સુલ્તાનપુરીએ એક કવિતા ગાઈ હતી. માત્ર કવિતા સાંભળવા માટે નેહરુ જી એ ફેમસ કવિને જેલમાં નાખી દીધો હતો. પ્રખ્યાત અભિનેતા બલરાજ સાહની એક આંદોલનમાં સામેલ થયા હતા, એટલા માટે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરના ભાઈ હ્રદયનાથ મંગેશકરે વીર સાવરકર પર એક કવિતા આકાશવાણી પર ટેલિકાસ્ટ કરવાની યોજના બનાવી, એટલા માટે તેમણે આકાશવાણીથી હંમેશા માટે બહાર કરવામાં આવ્યા હતા."
ADVERTISEMENT
pm એ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, આ દેશે ઇમરજન્સીનો દાયકો પણ જોયો છે. સંવિધાનને કેવી રીતે દબાવવામાં આવ્યું અને તે પણ સત્તાના સુખ માટે, આ દેશ જાણે છે. ઇમરજન્સીમાં પ્રખ્યાત સિને કલાકાર દેવાનંદ જીથી આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ ઇમરજન્સીને સપોર્ટ કરે, તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. એટલા માટે દેવાનંદજીની દરેક ફિલ્મો પર બેન લગાવી દીધું હતું. આ(વિપક્ષ) સંવિધાનની વાતો કરતા લોકો, વર્ષોથી સંવિધાનને પોતાના ખિસ્સામાં રાખ્યું છે. ક્યારેય સન્માન નથી કર્યું.
વધુ વાંચો:આવો સંસ્કારી ચોર તમે નહીં જોયો હોય! ચોરી કરી તોય લોકોએ વખાણ કર્યા, Video વાયરલ
તેમણે વધુમાં કહ્યું કે કિશોર કુમારે કોંગ્રેસ માટે ગીત ગાવાથી ના પાડી તો તેમના દરેક ગીતોને બેન કરી દીધા. હું ઇમરજન્સી તે દિવસોને નથી ભૂલી શકતો. જે લોકતંત્રની વાતો કરે છે, ઇમરજન્સી દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિત અન્ય લોકોને હાથકડી લગાવવામાં આવી હતી, વિપક્ષના મોઢે સંવિધાન શબ્દ નથી શોભતો. સત્તા સુખ માટે, શાહી પરિવારના અહંકાર માટે લાખો પરિવારોને બરબાદ કરી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.