Dev Anand Bunglow: બોલિવુડ એક્ટર દેવ આનંદના બંગલાને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે. દેવ આનંદના ભત્રીજાએ જણાવ્યું કે એક્ટરના બંગલાને નથી વેચવામાં આવી રહ્યો.
શું 400 કરોડમાં વેચી દેવાયો દેવ આનંદનો બંગલો?
ભત્રીજાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ભત્રીજાએ જણાવ્યું શું છે હકીકત?
મંગળવારે ખબર સામે આવી હતી કે દિવંગત એક્ટર દેવ આનંદનો 73 વર્ષ જુનો જુહૂનો બંગલો વેચાવાનો છે. તેને રિયલ એસ્ટેટ કંપનીએ 400 કરોડની ડીલમાં ખરીદ્યો છે અને તે આ બંગલાને તોડીને 22 માળનું ટાવર બનાવશે.
હવે દેવ આનંદના ભત્રીજા કેતન આનંદે આ ખબરો પર રિએક્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે દેવ આનંદના બંગલાને વેચવામાં નથી આવી રહ્યો અને આ વાત અફવાહ છે. દેવ આનંદના ભાઈ ચેતન આનંદના દિકરાએ આ વિશે સંપૂર્ણ ડિટેલ આપી છે.
નથી વેચાયો દેવ આનંદનો બંગલો
રિપોર્ટ અનુસાર કેતન આનંદે જણાવ્યું કે દેવ આનંદના ઘરને તોડીને 22 માળનું ટાવર નહીં બનાવવામાં આવે. આટલું જ નહીં કેતન આનંદે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે દેવ આનંદના પરિવારે આ પ્રકારે કોઈ ડીલ નથી કરી. ઘર વેચવાના દરેક રિપોર્ટ ખોટા છે.
દેવ આનંદનું ઘર નહીં વેચાય
આટલું જ નહીં કેતન આનંદે જણાવ્યું કે તેમણે દેવ આનંદ અને કલ્પના કાર્તિકના બાળકો સાથે પણ આ વિશે વાત કરી. પરંતુ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય નથી લેવામાં આવ્યો. ત્યાં જ મીડિયાએ જ્યારે રિયલ એસ્ટેટ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કોઈ રિસ્પોન્સ ન આપ્યો.
નથી થઈ દેવ આનંદના ઘરની ડીલ
મહત્વનું છે કે મંગળવારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેવ આનંદના દિકરા સુનીલ આનંદ અને દિકરી દેબિનાએ આ ઘરને વેચવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે કોઈ પણ આ બંગલાની કેર કરનાર ન હતું.
દિવંગત એક્ટરના દિકરા યુએસમાં રહે છે તો દિકરી ઉટીમાં રહે છે. એવું પણ જાણવા મળ્યું છે કે દેવ આનંદની ફેમિલીએ રિયલ એસ્ટેટ કંપનીની સાથે ડીલ પણ કરી લીધી છે. લગભગ 35-400 કરોડમાં આ ડીલ થઈ છે અને હાલ પેપર વર્ક ચાલી રહ્યું છે. પરંતુ હવે આ ખબરોને અફવાહ ગણાવવામાં આવી રહી છે.