બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ / વિદ્યાર્થીઓના કર્મયોગી ભવન બહાર દેખાવો, પોલીસ લાઠીચાર્જ કર્યો અનેકની અટકાયતો

detention of students approaching bin sachivalay exam scam at Gandhinagar

બિનસચિવાલયની પરીક્ષા કૌભાંડના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. હજારો વિદ્યાર્થીઓ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના બિલ્ડીંગ બહાર વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરમાં હોબાળો થતાં પોલીસે 50થી વધુ આંદોલનકારીઓની અટકાયત કરી છે. આ ઉપરાંત 700થી વધારે પોલીસ જવાનોને ગાંધીનગરમાં સ્ટેન્ડ ટુ રખાયા છે. પોલીસે વિરોધ પ્રદર્શિત કરવા આવેલ ઉમેદવારો ઉપર લાઠી ચાર્જ કર્યો હતો અને તેમને દોડાવી દોડાવીને માર્યા હતા. અહીં એકઠા થયેલા યુવાનો કોઈ ગુનેગારો ન હતા પરંતુ પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા ત્યારે તેમની સાથે થઈ રહેલા પોલીસ વર્તન મામલે પ્રશ્નો ઉઠી રહ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ