બેટલ ઑફ ગુજરાત /
ગૃહમંત્રી શાહના ગઢની આ બેઠક પર રહેશે આખા ગુજરાતની નજર, ઠાકોરોના હાથમાં છે પાવર
Team VTV05:04 PM, 26 Nov 22
| Updated: 05:10 PM, 26 Nov 22
કલોલ બેઠક 2017માં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠોકાર જીત્યા હતા તો આ ચૂંટણીમાં 19 ઉમેદવાર રાજકીય મેદાને ઉતર્યા છે.
કલોલ બેઠક પર 2017માં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી જીત્યા હતા
આ ચૂંટણીમાં કલોલ બેઠક પર 19 ઉમેદવાર રાજકીય મેદાને
અમિત શાહના સંસદીય વિસ્તારમાં આવે છે કલોલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્રણય રાજકીય પક્ષ મજબૂતી સાથે ચૂંટણી પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારી દીધા છે તેમજ દરેક ઉમેદવાર પણ મતદારોને રિઝવવા માટે મચી પડ્યાં છે. દરેક ઉમેદવાર પતાના જીતના દાવા પણ કરવા લાગ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ આવવાનું છે. કલોલ બેઠકનું વિગતે વિશ્લેષણ કરીએ, જ્યાં પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ બેઠક પર ઓલ ઓવર જોઈએ તો ભાજપનો દબદબો રહ્યો છે.
2017માં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠોકાર જીત્યા હતા
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠોકાર આ બેઠક પરથી જીત્યા હતા. બળદેવજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. અતુલભાઈ કે પટેલને 7965 વોટથી હરાવ્યા હતા. બળદેવજી ઠાકોરને કુલ 82886 વોટ મળ્યાં હતા જ્યારે ભાજપ ઉમેદવાર ડો. અતુલ પટેલને 74921 વોટ મળ્યા હતાં
અમિત શાહના સંસદીય વિસ્તારમાં આવે છે કલોલ
તમને જણાવી દઈએ કે, કલોલ વિધાનસભા બેઠક ગાંધીનગર જિલ્લામાં આવે છે. આ બેઠકનો વિસ્તાર સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં આવે છે અને અહીંના સાંસદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે. અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ડો. સી જે ચાવડાને 5,57,014 મતોથી હરાવ્યા હતાં.
આ ચૂંટણીમાં 19 ઉમેદવાર રાજકીય મેદાને
2022ની વિધાનસભા ચૂંટણીમાં 19 ઉમેદવાર કલોલ બેઠક પરથી મેદાને ઉતર્યા છે. જેમાં મુખ્ય ત્રણ પાર્ટી ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ જામશે, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ફરીથી ઠાકોર લક્ષ્મણજી પુંજાજી (બકાજી)ને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે બળદેવજી ચંદુજી ઠાકોરે ટિકિટ આપી છે. તો વળી આમ આદમી પાર્ટીમાંથી કાન્તીજી આત્મરામ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે.