બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / detail knowledge about agnipath scheme on airforce website

BIG NEWS / 1 કરોડનો વીમો, 30 દિવસની રજા સહિતની સુવિધા... વાયુસેનાએ જાહેર કરી અગ્નિપથ યોજનાની માહિતી

Pravin

Last Updated: 10:09 AM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં હોબાળો મચેલો છે. હિંસક પ્રદર્શનને લઈને રાજકીય વિરોધ પણ તેમાં સામેલ છે.

  • કેન્દ્રની મોદી સરકાર લાવી છે અગ્નિપથ યોજના
  • આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે નવી નવી જાહેરાત થઈ
  • ત્યારે હવે વાયુસેનાએ આ યોજનાને લઈને જાણકારી આપી છે

ભારત સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશમાં હોબાળો મચેલો છે. હિંસક પ્રદર્શનને લઈને રાજકીય વિરોધ પણ તેમાં સામેલ છે. તો વળી સરકાર આ યોજનાને લઈને સતત બચાવ કરતી દેખાઈ રહી છે. તેના વિશે લોકોને અલગ અલગ પ્રકારની જાણકારી આપી લોકોના મગજમાં આ યોજનાના ફાયદો પહોંચાડવાનું કામ કરી રહી છે. આ જ ક્રમમાં ભારતીય વાયુસેનાએ આ યોજના વિશે જાણકારી પોતાની વેબસાઈટ પર આપી છે. અહીં વાયુસેનાએ આ યોજના વિશે સંપૂર્ણ વિગતો જણાવી છે.  

ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર અગ્નિવીરોને આ સુવિધા આપવામાં આવશે, જે એક સેનાના જવાનોને આપવામાં આવે છે. અગ્નિવીરોને પણ સેનામાં તેવી જ જિંદગી જીવશે, જેવી એક સૈનિક જીવે છે, આ ઉપરાંત ઘણી બધી સુવિધાઓ અગ્નિવીરોને આપવાની વાત કહેવામાં આવી છે. 

જોઈ લો શું શું મળશે સુવિધા

  • સેલરીની સાથે સાથે હાર્ડશિપ અલાઉંસ, યુનિફોર્મ અલાઉંસ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે, જેવી રીતે એક રેગ્યુલર સૈનિકને મળે છે. ટ્રાવેલ અલઉંસ પણ મળશે. 
  • વર્ષમાં 30 દિવસની રજા મળશે, મેડિકલ લીવ અલગથી મળશે.
  • સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો કોઈનું મૃત્યુ થઈ જાય છે, તો તેને ઈંશ્યોરંસ કવર મળશે, લગભગ 1 કરોડ રૂપિયા પરિવારને મળશે.
  • ડ્યૂટી દરમિયાન વિકલાંગ થવા પર એક્સ ગ્રેશિયા 44 લાખ રૂપિયા મળશે. સાથે જ જેટલી નોકરી વધી હશે, તેમની સમગ્ર સેલરી પણ મળશે અને સેવા નિધિ પેકેજ પણ મળશે
  • અગ્નિવીરોને કુલ 48 લાખનો ઈંશ્યોરંસ મળશે. ડ્યૂટી પર વીરગતિ પ્રાપ્ત કરનારાને એક સાથે સરકાર તરફથી 44 લાખ રૂપિયા આપવામાં આવશે અને સેવા નિધિ પેકેજ પણ મળશે. આ ઉપરાંત જેટલી નોકરી વધી હશે, તેની પુરી સેલરી પણ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Agnipath scheme news airforce indian army job modi government Agnipath Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ