બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / માર્કેટમાં ઉતાર ચઢાવ છતાં 56 રૂપિયાના શેરે આપ્યું 2 હજાર ટકાનું રિટર્ન, આજે પણ અપર સર્કિટ
Last Updated: 03:46 PM, 13 December 2024
શેર માર્કેટમાં ઉતાર ચઢાવની વચ્ચે શુક્રવારે કેટલાક શેર અપર સર્કિટ પર ગયા છે. તેમાનો એક શેર છે ભારત ગ્લોબલ ડેવલપર્સ (BGDL). આ કંપનીના શેર શુક્રવાર ડિસેમ્બર 13ના રોજ સતત ત્રીજા ટ્રેડિંગ સેશન દરમિયાન 5%ની અપર સર્કિટ પર પહોંચ્યા હતા. જેથી આ શેરની કિંમત 1183 રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના શેરમાં ઉછાળાનું કારણ તેની સાથે સંકળાયેલ એક પોઝિટિવ સમાચાર છે.
ADVERTISEMENT
ભારત ગ્લોબલ ડેવલપર્સની એક પેટા કંપનીએ ટાટા એગ્રો અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે 1650 કરોડ રૂપિયાનો એન્યુઅલ કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. જેના હેઠળ કંપની ચાની પત્તી, કોફી બીન્સ, ઓર્ગેનિક કઠોળ, નારિયેળ, મગફળી, સરસવ, તલ, બદામ, કાજુ, જાયફળ અને અખરોટ જેવા પ્રીમિયમ સૂકા ફળો સહિત પ્રીમિયમ એગ્રો કોમોડિટીની ચેઇન સપ્લાય કરશે. જેમાં આગામી 12 મહિનામાં તબક્કાવાર પુરવઠો પહોચાડાશે.
ADVERTISEMENT
ભારત ગ્લોબલ ડેવલપર્સ કંપનીને અપેક્ષા છે કે ટાટા એગ્રો સાથેની આ પાર્ટનરશિપ તેની ટોપ લાઇન અને બોટમ લાઇનમાં મજબૂત વૃદ્ધિ કરશે. જેથી અપેક્ષા છે કે આ કોન્ટ્રાક્ટમાં સર્વિસ ચાર્જીસ પર 11% થી 14% સુધી માર્જિન મળશે.
ભારત ગ્લોબલ ડેવલપર્સના શેર 2024માં અત્યાર સુધીમાં પ્રતિ શેર 56 રૂપિયાથી વધીને 1183 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. આ શેરે રોકાણકારોને 2000%નું માતબર વળતર આપ્યું છે. તેના શેરે છેલ્લા એક વર્ષમાં 2647%નું વળતર આપ્યું છે. તો છેલ્લા બે અને ત્રણ વર્ષમાં તેમાં અનુક્રમે 7620% અને 8353%નો વધારો થયો છે. આ શેરની છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી 1702.95 રૂપિયા છે. 28 નવેમ્બર 2024ના રોજ શેર આ લેવલે પહોંચી ગયો હતો. ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આ શેર 44.81 રૂપિયા પર હતો. જો શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીવી હોય તો પ્રમોટરો 100 ટકા હિસ્સો ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT