બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અજબ ગજબ / Despite government efforts economic slowdown continues indian downward spiral
Shalin
Last Updated: 05:25 PM, 2 November 2019
બેરોજગારી
ADVERTISEMENT
ભારતમાં બેરોજગારીનો દર ઓક્ટોબરમાં વધીને 8.5% થઇ ગયો છે જેણે છેલ્લા 3 વર્ષનો (ઓગસ્ટ 2016થી) વિક્રમ તોડી નાખ્યો છે. આ દર સપ્ટેમ્બરના 7.2%થી વધી ગયો છે. Centre for Monitoring Indian Economy (CMIE)ના આંકડા ભારતમાં ઇકોનોમિક સ્લોડાઉનની અસરો બતાવી રહ્યા છે.
મેન્યુફેક્ચરિંગ
ADVERTISEMENT
ભારતમાં મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ઓક્ટોબરમાં છેલ્લા 2 વર્ષમાં સૌથી ધીમી ગતિએ વધ્યો છે. IHS Markit India manufacturing purchasing managers’ index (PMI) આંક જે 400 પ્રોડ્યુસર્સને ધ્યાનમાં લઈને તેમના નવા ઓર્ડર્સ, આઉટપુટ્સ, જોબ્સ, સપ્લાયરનો ડિલિવરી સમય, ખરીદેલા જથ્થા વગેરે આધારે આંકડો રજુ કરે છે તે આંકડો સપ્ટેમ્બરમાં 51.4 થી ઘટીને ઓક્ટોબરમાં 50.6 થઇ ગયો. નોંધનીય છે કે 50થી વધુનો આંકડો વૃદ્ધિ સૂચવે છે જયારે 50થી ઓછો આંકડો સેક્ટરમાં ઘટાડો સૂચવે છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ભારતમાં 8 ક્ષેત્રોને કોર સેક્ટર્સ ગણવામાં આવે છે. તે સેક્ટરો કોલ, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, સિમેન્ટ, સ્ટીલ અને વીજળી ઉત્પાદન છે. આ ક્ષેત્રોમાં 5.2%નો ઘટાડો નોંધાયો છે. આ ક્ષેત્રો 14 વર્ષનું સૌથી ખરાબ પર્ફોમન્સ દર્શાવી રહ્યા છે.
ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી
ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી એ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન (IIP) વડે મપાય છે જેમાં કોર 8 સેક્ટર્સનું ભારણ 40% હોય છે. આ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટીમાં ઓગસ્ટમાં 1.1%નો ઘટાડો નોંધાયો છે જે IIPનું 7 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન ગણાય છે. નવો ડેટા 11 નવેમ્બરે રિલીઝ થશે.
ટેક્સ કલેક્શન
GSTની ઉઘરાણીમાં સરકારને મોટો ફટકો પડ્યો છે કારણ કે ઓક્ટોબરમાં 95,380 કરોડ GST ઉઘરાવાયો હતો જેની સામે ગયા વર્ષે આ મહિનાઓમાં 1,00,710 કરોડ GST મેળવાયો હતો. આ સળંગ ત્રીજો મહિનો છે જેમાં GSTનું કલેક્શન 1 લાખ કરોડથી ઓછું થયું હોય. વળી ઓક્ટોબર તો તહેવારની સીઝન હતી. ટેક્સ કલેશનનો વૃદ્ધિદર 2019-20ના પહેલા 6 મહિનામાં 1.5% હતો. આ 2009-10થી સૌથી ધીમો ટેક્સ કલેક્શનનો વૃદ્ધિદર છે.
GDPનું શું?
અર્થતંત્ર એપ્રિલ થી જૂનમાં ફક્ત 5% વૃદ્ધિ પામ્યું હતું. આ દર 6 વર્ષનો સૌથી ઓછો દર છે. જુલાઈ થી સપ્ટેમ્બરના આંકડા 30 નવેમ્બરે આવશે જેની પર સમગ્ર દેશ આશાઓની મીટ માંડીને બેઠો છે.
નોંધનીય છે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સૅકસના મતે આ સ્લોડાઉન 2006 પછીનું સૌથી લાંબુ અને કપરું સ્લો ડાઉન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.