બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Despite being the owner of 2850 crore wealth, Salman Khan lives in a 1BHK flat, Bollywood's 'Dabangg' lives such a simple life.

બૉલીવુડ / 2850 કરોડ સંપતિનો માલિક છતાં પણ 1BHK ફ્લેટમાં રહે છે સલમાન ખાન, આવું સાદું જીવન જીવે છે બોલિવૂડનો 'દબંગ'

Megha

Last Updated: 10:55 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની સિમ્પલ લાઈફસ્ટાઈલ વિશે મુકેશ છાબરાએ કહ્યું હતું કે 'તે હજુ પણ પોતે 1BHK એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને કોઈપણ પ્રકારની લક્ઝરી પસંદ નથી.

  • સલમાન હજુ પણ તેના 1BHK ફ્લેટમાં રહે છે
  • 2850 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિનો માલિક છે સલમાન 
  • રાત્રે 3 વાગે ફોન કરો તો પણ તે જવાબ આપે

સલમાન ખાન આ દિવસોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળેલા ધમકીભર્યા ઈમેલને કારણે ચર્ચામાં છે. જ્યારે મુંબઈ પોલીસે અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે, ત્યારે સલમાનને હાલ મુંબઈની બહાર શૂટિંગ માટે ન જવાની સલાહ આપવામાં આવી છે. 

2850 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિનો માલિક છે સલમાન 
આ દરમિયાન ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સલમાન ખાનના જીવન વિશે અનેક ખુલાસાઓ કર્યા છે.  મુકેશ છાબરાએ કહ્યું હતું કે સલમાન લગભગ ચાર દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે સલમાનને 10 વર્ષથી વધુ સમયથી ઓળખે છે પણ તેને આજ સુધી એ આશ્ચર્ય છે કે સલમાન હજુ પણ તેના 1 બેડરૂમના ફ્લેટમાં રહે છે.' તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાલ સલમાન ખાનની કુલ સંપત્તિ 2850 કરોડ રૂપિયાથી વધુ છે.

રાત્રે 3 વાગે ફોન કરો તો પણ તે જવાબ આપે
મુકેશ છાબરાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'સલમાન ખાન એકમાત્ર એવો વ્યક્તિ છે જેને તમે રાત્રે 3 વાગે ફોન કરો તો પણ તે જવાબ આપે છે. તે એકમાત્ર એવી વ્યક્તિ છે જે હંમેશા તમારા માટે ઉપલબ્ધ હોય છે. તે હંમેશા તમારા સમર્થન સાથે રહે છે. તે ઈમાનદાર છે અને લોકો તેની ઈમાનદારીને ગેરસમજ કરે છે. સમસ્યા એ છે કે જ્યારે તમે કોઈ વાત નિષ્ઠાપૂર્વક કહો છો, ત્યારે લોકો તેને ખૂબ જ અલગ રીતે લેવાનું શરૂ કરે છે.'

ખૂબ જ સાદું જીવન જીવે છે સલમાન 
સલમાન ખાનની સિમ્પલ લાઈફસ્ટાઈલ વિશે મુકેશ છાબરાએ કહ્યું હતું કે 'તે હજુ પણ પોતે 1BHK એપાર્ટમેન્ટમાં રહે છે અને તેને કોઈપણ પ્રકારની લક્ઝરી પસંદ નથી. સલમાન એ થોડા લોકોમાંથી એક છે જેમને ભગવાને પસંદ કર્યા છે. તે 'ઈશ્વરનો માણસ' છે. બાળકોથી લઈને યુવા પેઢીથી લઈને દાદા-દાદી સુધી - બધા જ સલમાન ખાનને પસંદ કરે છે. જ્યારે તે પોતે ક્યારેય સ્ટાર જેવું જીવન જીવતો નથી. તે ખૂબ જ સાદું જીવન જીવે છે.

1BHK એપાર્ટમેન્ટમાં રહે છે સલમાન
મુકેશ છાબરાએ વધુમાં કહ્યું હતું કે, 'ઘણા ઓછા લોકો જાણે છે કે જ્યાં સલમાન રહે છે, તે 1BHK એપાર્ટમેન્ટ છે. તેની પાસે સોફા, ડાઇનિંગ ટેબલ, એક નાનો ખૂણો છે જ્યાં તે લોકો સાથે વાત કરે છે. આ ફ્લેટમાં એક નાનું જીમ અને એક રૂમ છે. તમે સમજી શકો છો કે તે દેશના સૌથી મોટા સ્ટાર સલમાન ખાન છે. તે ખૂબ જ સાદું જીવન જીવે છે. તેને બ્રાન્ડ પસંદ નથી કે મોંઘી વસ્તુઓ ખરીદવી પસંદ નથી. હું 15 વર્ષથી તેની સાથે જોડાયેલો છું અને મેં તેનામાં કોઈ બદલાવ નથી જોયો. 

સલમાન પર સ્ટારડમનું દબાણ છે 
છાબરાએ વધુમાં ઉમેર્યું હતું કે સલમાન ખાનનો પણ અન્ય કલાકારોની જેમ 'અલગ મૂડ' છે. હંમેશા કોઈ પણ વસ્તુ માટે તેમની પાસે જતા પહેલા તમારે 'ભાઈનો મૂડ કેવો છે' પૂછવું પડશે. તે ભારતનો સૌથી મોટો સ્ટાર છે એટલે તેના પર ઘણું દબાણ હોય છે. આ સ્ટારડમને 30 વર્ષ સુધી જાળવી રાખવું એ કોઈ સહેલી વાત નથી. શાહરૂખ સર, આમિર સરનું પણ એવું જ છે. દરેક વ્યક્તિ પર આ સ્ટારડમનું દબાણ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh chabra Salman khan Video viral મુકેશ છાબરા સલમાન ખાન Salman khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ