વ્યથા / 125 ઈંચ વરસાદ છતાં વલસાડમાં પાણી માટે રઝળપાટ, ખાડો ખોદીને પાણી પીવા મજબુર ગ્રામજનો

વલસાડના કપરાડામાં પાણીની મોટી સમસ્યા સર્જાય છે. ચોમાસામાં 125 ઇંચ વરસાદ ધરાવતા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઇ છે. ભર ઉનાળે પહાડી વિસ્તારના અનેક ગામોમાં લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ખડકવાળ ગામના લોકોને પાણીની સમસ્યા છે. ત્યારે પહાડોમાં કોતરોમાં ખાડા ખોદી નીકળતા પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. તંત્રને અનેક વખત રજૂઆત છતાં ધ્યાન આપવામાં આવતું નથી. ટેન્કરથી પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું હોવાનો અધિકારીઓ દાવો કરી રહ્યાં છે. તંત્રના દાવા છતાં પરિસ્થિતિ યથાવત છે.

બ્રેકિંગ ન્યૂઝ