બેરોજગારી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ગૃહમાં મોટું નિવેદન

By : admin 04:14 PM, 21 February 2019 | Updated : 04:14 PM, 21 February 2019
ગાંધીનગરઃ વિધાનસભામાં આજે સત્રનો ચોથો દિવસ છે. ચોથા દિવસે બેરોજગારી મુદ્દે નીતિન પટેલનું મોટુ નિવેદન આપ્યુ છે. નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે, દરેક લોકોને તાત્કાલિક રોજગારી આપવી તે શક્ય નથી. રાજ્યમાં દર વર્ષે સાડા 4 લોકો લોકો ગ્રેજ્યુએટ થાય છે. ગ્રેજ્યુએટ થયેલા તમામ લોકોને સીધી સરકારી નોકરી આપવી તે શક્ય નથી. સરકારી નોકરી આપતા પહેલા પગારપંચ પણ જોવું પડે.

વધુમાં તેમણે કહ્યું કે, નાણાં નીતિન પટેલ, વિજય રૂપાણી કે પરેશ ધાનાણીના નથી. તેથી સરકારી નોકરી આપતા પહેલા પગારપંચ જોવું પડે છે.

મહત્વનું છે કે આ વિધાનસભાના સત્ર દરમિયાન વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રણનીતિ બનાવી. જેમાં કોંગ્રેસે ખેડૂતોના દેવા માફી, બેરોજગારી મુદ્દે સરકારને ઘેરી હતી. Recent Story

Popular Story