તહેવારના પગલે આરોગ્ય વિભાગની તવાઇ, રાજકોટ-વડોદરામાં હોટલ, રેસ્ટોરન્ટમાં દરોડા

By : hiren joshi 04:53 PM, 11 October 2018 | Updated : 04:53 PM, 11 October 2018
રાજકોટઃ નવરાત્રીના તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. જેમાં રાજકોટની નામાંકિત 6 હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 758 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. 

આરોગ્ય વિભાગે 6 વેપારીને નોટિસ પણ ફટકારી છે. જેમાં લાપીનોઝ પિઝામાંથી 93 કિલો, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાં 138 કિલો, પ્લેટિનમ હોટલમાંથી 144 કિલો, પિઝા કેસલમાંથી 110 કિલો અને સ્મિત કીચનમાંથી 198 કિલો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી છે.

વડોદરામાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં દરોડા
વડોદરામાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સયાજીગંજ વિસ્તારમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ફરસાણ તેમજ મીઠાઈના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.Recent Story

Popular Story