Department of Archeology Government of Gujarat Extinction junagadh dholavira
કુછ દિન કેસે ગુજારે? /
જ્યાં અમિતાભ બચ્ચને જાહેરાત બનાવી હતી તે જગ્યા બની અસમાજિકતત્વોનો અડ્ડો
Team VTV09:57 PM, 03 Feb 20
| Updated: 10:46 PM, 03 Feb 20
ગુજરાતમાં ઐતિહાસિક પુરાતત્વનો ખજાનો હોવા છતાં તેન સાચવવાની દરકાર લેવામાં આવતી નથી. એક તરફ કુછ દિન તો ગુજારીએ ગુજરાતમે તેવી જાહેરાતો થકી પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વર્ષો જુના વારસાની યોગ્ય રીતે જાળવણી નહીં કરવાને કારણે ધીમે-ધીમે લુપ્ત થઇ રહ્યો છે. જ્યાં અમિતાભ બચ્ચને 'કુછ દિન તો ગુજારો ગુજરાતમે' જાહેરાત બનાવી હતી તે જગ્યા અસમાજિકતત્વોનો અડ્ડો બની છે.
ધોળાવીરાના વિકાસ માટે સરકારે બજેટમાં કરી જાહેરાત
સૌરાષ્ટ્રમાં રહેલો વારસો જાળવણીના અભાવે થઇ રહ્યો છે તહસ નહસ
ખુશ્બુ ગુજરાત કીની જાહેરાતમાં જૂનાગઢની ખાપરા-કોડિયાની તથા બાવા પ્યારેની ગુફાઓ દર્શાવવામાં આવી રહી છે તે હાલ અસામાજીત તત્વોને અડ્ડો બની ચૂકી છે. નોંધનીય છે કે પુરાતત્વ વિભાગ પણ જાણે આ આ બધી ઘટના સામે આંખ આડા કાન કરી રહ્યું છે. તો વળી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને ઐતિહાસિક વારસાને જાળવવા માટે કોઇ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે.
ધોળાવીરાના વિકાસ માટે બજેટમાં થઇ જાહેરાત
આપને જણાવી દઇએ કે, દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું હતું. ત્યારે દેશના વિકાસ માટે વિવિધ યોજના અને નાણાની ફાળવણી કરી હતી. જેમાં ગુજરાત માટે પણ વિવિધ લાભોની તેમણે જાહેરાત કરી હતી. જેમાં કચ્છના ધોળાવીરા ખાસ પેકેજ જાહેર કરાયા. ત્યારે આ સંદર્ભમાં આજરોજ ભારત સરકાર હસ્તકના આરક્ષિત સ્મારકોની અવદશાનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
ખાપરા-કોડિયાની ગુફા જૂનાગઢ
સુરક્ષિત સ્મારકોની જાળવણીનો અભાવ
રાજ્યમાં ભારત સરકારના પુરાતત્વ ખાતા હસ્તક રહેલી સાઇટમાં સૌથી વધુ સુરક્ષિત સ્મારકો જૂનાગઢમાં જોવા મળે છે. આ સાથે જ કોડિનાર નજીક મૂળ દ્વારકાના ઐતિહાસિક મંદિરની પણ જાળવણી માટે ઉદાસીનતા સેવાઇ રહી છે ત્યારે જો આગામી સમયગાળામાં પણ આ ઐતિહાસિક સ્મારકોની જાળવણીને લઇને સરકાર તથા તંત્રની બેદરકારી રહેશે તે ટૂંકા સમયગાળામાં તે તહેસ નહેસ થઇ જશે તેમ કહેવું ખોટું નથી.
શું છે ધોળાવીરા
ગુજરાતના ધોળાવીરાને ભારતના બે હડપ્પન શહેરોમાં બીજું શહેર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં ઇ.સ પૂર્વે 1800 થી 3000 વચ્ચે 1,200 વર્ષના સમયગાળામાં આ શહેર વસ્યું હતું. આ પુરાતત્ત્વીય સ્થળની શોધ પ્રથમ વખત 1967 માં થઈ હતી. 1990 બાદ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે વ્યવસ્થિત ખોદકામ કરવામાં આવી રહ્યું છે.