વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર ધરાવતો જો કોઈ દેશ હોય તો તે ભારત છે..ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને તેમની મરજી મુજબનો ધર્મ પાડવાની,ભાષા બોલવાની અને પોતાનો રાજકીય પ્રતિનિધિ ચૂંટવાની સ્વતંત્રતા આપે છે..આપણા દેશમાં ચૂંટણીને એક પર્વની રીતે જોવામાં આવે છે..પરંતુ આ સ્વતંત્ર્તાઓને બંધારણીય દરજ્જો મળ્યો હોવા છતાં કેટલાક દબંગ નેતાઓ લોકોના અધિકારો પર હાવિ થવાનો પ્રયત્ન કરી બેસે છે..જેમ કે તાજેતરમાં મતદારોને ધમકાવીને મત માગવાને કારણે ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તો હજુ ચર્ચામાં જ છે..તેવામાં મોહન કુંડારિયાના સામે આવેલા મત માટે ધમકી આપતા હોવાના એક ઓડિયોથી જનતાના પ્રતિનિધિઓ સામે જ સવાલો ઉભા થયા છે...જો કે જનતા પણ આવા નેતાઓને ચૂંટણી સમયે યોગ્ય સબક કેટલીક વખત શીખવાડી જ દે છે..અને જેના ભાગરૂપે જ હાલમાં કેટલાક ધારાસભ્યો અને સાંસદસભ્ય જનતાના રોષનો ભોગ બનેલા છે..ત્યારે સવાલ એ છે કે શું લોકતંત્રની વાતો વચ્ચે ધમકીશાહીની મત માગવાનું નેતાઓનું વલણ કેટલું યોગ્ય છે ? નેતાઓ શા માટે ભૂલી જાય છે કે આખરે જનતાને જ કારણે તેનો ખુરશીના માલિક બની બેઠેલા છે? નેતાઓનું આવું વર્તન કેટલું યોગ્ય કહી શકાય? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન....