બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Demand for saffron mangoes in the UK, Price of 1800 rupees for a three kg box

મેંગો માર્કેટ / ગીરની કેસર કેરીના તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય તેવા ભાવ, વિદેશોમાં ડિમાન્ડ વધતા ખેડૂતો થયા માલામાલ

Vishnu

Last Updated: 12:00 AM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 કિલો કેસર કેરીના 600 રૂપિયા ભાવ.આવું કોઈ તમને કહે તો..? વિશ્વાસ નહીં આવે.પરંતુ તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરી 600 રૂપિયાના ભાવે વેચાઈ છે.

  • ગીરની કેસરનો વિશ્વમાં ડંકો 
  • UKમાં કેસર કેરીની ડિમાન્ડ
  • ત્રણ કિલોના બોક્સના 1800 રૂપિયા ભાવ

આવું તમને કોઈ કહેશે તો વિશ્વાસ નહીં આવે.. કારણ કે, આપણે ત્યાં અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1400 થી 1500 રૂપિયા આસપાસ છે.. ત્યાં એક કિલો કેસર કેરીના 600 રૂપિયા ભાવ કેવી રીતે હોઈ શકે? તો આવું એટલા માટે શક્ય બન્યું છે કારણ કે, તાલાળા ગીરની કેસર હવે સાત સમુંદર પાર ધૂમ મચાવી રહી છે. આપણી પ્રખ્યાત કેસર કેરી યુકેના બજારોમાં ખુશ્બુ પ્રસરાવી રહી છે. અને ત્યાં 3 કિલોના બોક્સના 1800 ભાવ મળી રહ્યા છે. એટલે કે, એક કિલો કેસર કેરીના ભાવ યુકેના બજારમાં 600 રૂપિયા મળી રહ્યા છે.

ઓછા ઉત્પાદન વચ્ચે પણ કેસરની નિકાસ 
મહત્વનું છે કે, સ્થાનિક બજારમાં કેસર કેરીના ભાવ 1000 થી 1200 રૂપિયા આસપાસ છે.પરંતુ વિદેશમાં કેસર કેરીની નિકાસ થતાં હવે કેસરના ભાવ ઉચકાયા છે.જોકે બધું તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસના કારણે શક્ય બન્યું છે.જ્યાં વિદેશી નિયમો પ્રમાણે, યાર્ડના અધતન મેંગો પેક હાઉસમાં ગ્રેડિંગ, વોશિંગ, હોટ વોટર અને પ્રિ-કુલીંગ અને     રાયપનીંગ કરીને, ત્રણ કિલોના આકર્ષક બોકસમાં કેરીનું પેકિંગ કરવામાં આવે છે. અને ત્યાર બાદ એરલાઈન્સ મારફતે યુકે પહોંચે છે.

વિશ્વમાં માગ વધતા ખેડૂતોને થશે ફાયદો
જોકે આ વખતે કેસર કેરીનું ઉત્પાદન માત્ર 30 ટકા જેટલું જ થયું છે.. જેના કારણે નિકાસ પણ ઓછી થશે. પરંતુ વધતી માગને જોતા આગામી વર્ષોમાં તાલાળા ગીરની કેસર કેરીનો વિશ્વમાં દબદબો વધશે. ગીર પંથકના ખેડૂતોને પણ સારા ભાવ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath Mango Market Saffron Mango UK mango price ઈંગ્લેન્ડ કેરી બજાર કેરી માર્કેટ કેરીના ભાવ કેસર કેરી ખેડૂતો ગીર સોમનાથ saffron mangoes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ