બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / Demand for Real Diamonds and Labgrown Diamonds Drops, Jewelers Summer Vacation Begins in Hiranagari Surat
Vishal Khamar
Last Updated: 04:35 PM, 2 May 2023
ADVERTISEMENT
એક તરફ રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે અને હાલ લગ્નની સિઝન પણ જામી છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગમાં પણ ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે. સુરતમાં ધમધમતા હીરા ઉદ્યોગની મોટી ફેક્ટરીઓમાં ૧પ દિવસ અને નાના કારખાનેદારોમાં એક મહિના સુધીનું વેકેશન અપાયું હોવાનું આ ઉદ્યોગ સાથે સંકળાયેલાં સૂત્રો તરફથી જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે હીરાનગરી સુરતને વધુ એક વખત મંદીનું ગ્રહણ નડી રહ્યું છે. રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડની માગમાં ઘટાડો થતાં તેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધ અને કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી બાદ વૈશ્વિક બજારમાં હીરાની માગ ઘટી છે ત્યારે હવે ઉનાળુ વેકેશન પણ દર વર્ષની જેમ જ આ વર્ષે આવી ગયું છે. સામાન્ય રીતે આ વેકેશન ૧પ દિવસ જેટલું હોય છે, પરંતુ આ વખતે હીરા ઉદ્યોગમાં એક મહિના જેટલું વેકેશન લંબાઈ ગયું છે.
ADVERTISEMENT
વૈશ્વિક બજારમાં માગ ઘટતાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો માહોલ
અમેરિકા સહિતના દેશોમાં મોટા અને જાડા હીરાનો નોંધપાત્ર વેપાર થઈ રહ્યો હતો, પરંતુ એક રીતે વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે જાડા હીરાની માગ ઘટી ગઈ છે. છેલ્લાં બે વર્ષથી રિયલ હીરાની માગ ઘટી જ રહી છે તેવામાં સુરતના લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક બજારમાં માગ ઘટતાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે.
રત્નકલાકારોની ‘રત્નદીપ યોજના’ લાગુ કરવાની માંગ
વેકેશન ખૂલવાની તારીખ આપવામાં આવી નથી. વેકેશન લંબાશે તો રત્નકલાકારોની હાલત ખરાબ થઈ શકે છે. હીરા ઉદ્યોગમાં મંદી આવતાં જ રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા હોવા સાથે કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે, જે રીતે ર૦૦૮ની વૈશ્વિક મંદીમાં સરકારે ‘રત્નદીપ યોજના’ લાગુ કરી હતી તેવી જ રીતે અત્યારના મંદીના સમયમાં ‘રત્નદીપ યોજના’ લાગુ કરવાની માગ ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.