કોરોના /
ગુજરાતના પડોશી રાજ્યમાં ફરી કડક થયા નિયમ, ડેલ્ટા પ્લસ વેરિયન્ટે વધાર્યુ ટેન્શન
Team VTV06:44 PM, 25 Jun 21
| Updated: 07:15 PM, 25 Jun 21
મહારાષ્ટ્રમાં શુક્રવારે રત્નાગિરિ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સંક્રમણને કારણે 80 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આ બાદ મહારાષ્ટ્ર સરકારે કડક નિયમો લાગુ પાડયા છે.
મહારાષ્ટ્રમાં આ વેરિયન્ટના 21 કેસ સામે આવ્યા
હવે દરેક કોરોના ટેસ્ટ RT-PCR થશે
આ વેરિયન્ટના કારણે ત્રીજી લહેર આવવાની શંકા
મહારાષ્ટ્રમાં આ વેરિયન્ટના 21 કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં શુક્રવારે રત્નાગિરિ જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના સંક્રમણને કારણે 80 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આ બાદ મહારાષ્ટ્ર સરકારે કડક નિયમો લાગુ પાડયા છે. કારણકે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અત્યાર સુધી મહારાષ્ટ્ર રાજ્યમાં 21 કેસ સામે આવ્યા છે. રાજય સરકારે આ માટે કહ્યું કે કોરોનામાં લોકોને આપવામાં આવેલી છૂટ લોકોના સ્વાસ્થ્યની કિંમત પર નથી આપી. સાથે જ સરકારે કડક વલણ અપનાવતા કહ્યું છે કે બધા જ ટેસ્ટ RT- PCR થશે, સાથે જ આપેલ છૂટ પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે અને વેક્સિન આપવાની ઝડપને પણ વધારવામાં આવશે.
આ વેરિયન્ટના કારણે ત્રીજી લહેર આવવાની શંકા
નવા આદેશ અનુસાર થાણે અને પૂના જેવા જિલ્લાઓમાં મોલ સહિતના ઘણા જાહેર સ્થળોને ખોલવા માટેના નિર્ણયને હવે પાછો પાછળ ધકેલવામાં આવ્યો છે. સાથે જ સાંજે 4 વાગ્યા બાદ સાર્વજનિક સ્થળોની સાથે સાથે દુકાનો પણ બંધ કરી દેવામાં આવશે. આ બધા વચ્ચે મહત્વની વાત એ છે કે કોરોનાના આ નવા વેરિયન્ટને કારણે ત્રીજી લહેર આવશે તે વાત મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જ કહેવામાં આવી હતી. CM ઉદ્ધવ ઠાકરે પણ સ્વાસ્થ્ય વિભાગની આ બેઠકમાં સામેલ થયા હતા. ભરતમાં બીજી લહેર આવવા પાછળનું કારણ ડેલ્ટા પણ હતું.
ગુજરાત રાજ્યમાં પણ આવ્યા બે કેસ
જોકે હાલ રાજ્યમાં સંક્રમણમાં ઘણો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 130 કેસ નોંધાયા છે. ડેલ્ટા વેરિયન્ટને લઈને દરરોજ 30 થી 40 જેટલા સેમ્પલ લેવામાં આવે છે. છેલ્લા 24 કલાકમાં પણ 30 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જો તે સેમ્પલમાંથી બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે અને તેને લઈને સરકાર સતર્ક થઈ ગઈ છે.