ભારતમાં ત્રીજી લહેરનો ખતરો ખતરાની ઘંટડી વગાડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણે ભારતમાં મળેલ નવો ડેલ્ટા પ્લસ વાયરસ હવે એકદમ ધીમી ગતિએ વધી રહ્યો છે.
ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લગભગ 40 કેસ મળ્યા
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં કોરોનાના નવા વેરિયન્ટથી પહેલું મોત થયું હતું
નિયમોનું પાલન કરવાથી અને વેક્સિન જ અટકાવશે ત્રીજી લહેર
ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લગભગ 40 કેસ મળ્યા
ભારતમાં ત્રીજી લહેરનો ખતરો ખતરાની ઘંટડી વગાડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણે ભારતમાં મળેલ નવો ડેલ્ટા પ્લસ વાયરસ હવે એકદમ ધીમી ગતિએ વધી રહ્યો છે. ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લગભગ 40 કેસ મળ્યા છે. એવામાં લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે શું આ નવો વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ બનશે? કે પછી આ માત્ર અફવા બની રહેશે? એક્સપર્ટ લોકો ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ એક રિપોર્ટ આપ્યો છે. અશોકા યુનિવર્સિટીના ડૉક્ટરના કહ્યા મુજબ ભારત પાસે આવો કોઈ ડેટા છે નહીં, કે આ વેરિયન્ટ ઘણો ઘાતક સાબિત કરી શકે. એટલે હાલ તે વિશે કોઈ દાવો કરી શકાય નહીં. પણ ત્રીજી લહેરને લઈને ગભરાવવું જોઈએ નહીં. માત્ર કોરોનાના નિયમોનું પાલન કરવાથી અને વેક્સિન લેવાથી આપણે હવે પછીની કોઈ પણ લહેરને ટાળી શકાય છે.
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં કોરોનાના નવા વેરિયન્ટથી પહેલું મોત થયું હતું
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં કોરોનાના નવા વેરિયન્ટથી પીડિત મહિલાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું પ્રથમ મોત છે. મૃત્યુ બાદ સેમ્પલને જીનોમ સિક્વેસિંગ માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે. મહિલાના રિપોર્ટમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાની થઈ જાણ થઈ છે. નવા વેરિયન્ટથી મૃત્યુ પામનાર મહિલાએ કોરોના વેક્સિન લીધી ન હતી. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે અને સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 40થી વધારેની નોંઘાઈ છે.
નિયમોનું પાલન કરવાથી અને વેક્સિન જ અટકાવશે ત્રીજી લહેર
કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વિશે વાત કરતાં જાણવા મળ્યું છે કે ઉજ્જૈનના 2 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળ્યો છે. ટ્રેસિંગમાં સામે આવ્યું છે કે 23 જૂને દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી મહિલાનું પહેલું મોત નોંધાયું છે. ઘરમાં પહેલા પતિ સંક્રમિત થયા અને પછી મહિલા સંક્રમિત થતા મહિલાનું મોત થયું. તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ કોરોના વેક્સિન લગાવડાવી ન હતી. મધ્યપ્રદેશમાં કુલ 4 લોકોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળ્યો છે. તેઓએ કોરોનાની વેક્સિન લીધી છે. તેઓ સ્વસ્થ પણ છે. જે મહિલાનું મોત થયું તેણે વેક્સિન લીધી ન હતી. એટલે કે સરકારનું નિવેદન છે કે વેક્સિન અચૂક લગાવો. તે કોરોનાના વેરિઅન્ટની સામે રક્ષણ આપે છે.