બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:46 AM, 11 February 2020
ADVERTISEMENT
દિલ્હીમાં ત્રીજી વખત કેજરીવાલની સરકાર બનતી જોવા મળી રહી છે. આપના કાર્યાલય પર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે મતગણતરી વચ્ચે આપ દ્વારા એક નવું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન છે - રાષ્ટ્ર નિર્માણ.
આમ આદમી પાર્ટીના (AAP) કાર્યાલય પર આજરોજ નવું પોસ્ટર જોવા મળ્યું છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે રાષ્ટ્રના નિર્માણ માટે AAP સાથે જોડાઓ. આપ પાર્ટી સાથે જોડાવા માટે મિસ્ક કોલ કરો 9871010101.
ADVERTISEMENT
એવુ માનવામાં આવી રહ્યું છે કે ભાજપના પગલા પર ચાલતા આપ પાર્ટીએ પણ હવે રાષ્ટ્ર નિર્માણને મોટો મુદ્દો બનાવશે અને તેના માટે સરકાર રચાયા બાદ મોટું અભિયાન ચલાવામાં આવશે.
દેશભક્તિનો પાઠ ભણાવશે આપ
આમ આદમી પાર્ટીના ચૂંટણી ઢંઢેરોમાં પણ આ અંગે જણાવામાં આવ્યું હતું. આપના મેનિફેસ્ટો જારી કરતાં ડે. સીએમ મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે જો સરકાર બનશે તો સરકારી સ્કૂલોમાં શરૂ કરવામાં આવેલી હેપિનેસ કરિકુલમ અને સાહસિકતા અભ્યાસક્રમની સફળથા બાદ દેશભક્તિ પાઠ્યક્રમ પણ લાવવામાં આવશે.
આતંકી કહેવા પર આપે બનાવ્યો મુદ્દો
ચૂંટણી પ્રચારમાં ભાજપે ઘણી વખત શાહીન બાગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકી પણ કહી દીધા હતા. જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની જનતા નક્કી કરશે કે હું આતંકી છું કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.