સોશિયલ મીડિયા / દિલ્હી હિંસાની આ તસ્વીરો ચિંતાજનક, કેજરીવાલે કહ્યું મારા શહેરને આર્મીને હવાલે કરો

delhi violence communal harmony video viral on social media users praise

દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હિંસાથી અત્યાર સુધી 20 લોકોના મોત નિપજ્યાં છે. રવિવારે શરુ થયેલી આ હિંસાનો આજે ત્રીજો દિવસ છે. અર્ધસૌનિક દળોએ ફ્લેગ માર્ચ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સ્થપાય એ માટે પ્રયાસ કર્યા હતા. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પણ આર્મીને બોલાવવાની માંગ કરી છે કારણકે પોલીસ સ્થિતિ નિયંત્રણ લેવામાં અસક્ષમ બની છે તેમ તેમનું કહેવું છે. આવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર દિલ્હીના માહોલના વીડિયો અને તસ્વીરો વાયરલ થઈ રહી છે જેમાં ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવી શકાય છે. જો કે આવામાં અમે અપીલ કરીએ છીએ કેટલાંક અફવા ફેલાવતા કે ઉશ્કેરણીજનક વીડિયો કે પોસ્ટથી સાવચેત રહેવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ