બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / delhi violence 2 sit teams constituted for investigation all 48 fir registered have been transferred to it

તપાસ / દિલ્હી હિંસાની તપાસ માટે 2 SITનું ગઠન કરાયું, અત્યાર સુધીમાં 48 FIR નોંધાઇ

Mehul

Last Updated: 09:20 PM, 27 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હિંસાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કરશે. તેના માટે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ બે એસઆઇટીની રચના કરવામાં આવી છે. એસઆઇટીની એક ટીમના વડા ડીસીપી જૉય ટિર્કી હશે જ્યારે બીજી ટીમના વડા ડીસીપી રાજેશ દેવ હશે. બંને એસઆઇટી ટીમોમાં ચાર-ચાર ACP હશે એટલે કે કુલ 8 એસીપી હશે.

  • દિલ્હી હિંસાની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ કરશે
  • દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ બે એસઆઇટીની રચના કરવામાં આવી
  • બંને એસઆઇટી ટીમોમાં ચાર-ચાર ACP હશે એટલે કે કુલ 8 એસીપી હશે

આ ઉપરાંત 3-3 ઇન્સ્પેક્ટર, 4-4 સબ ઇન્સ્પેક્ટર અને બાકીના પોલીસ કર્મીઓ રહેશે. આ એસઆઇટી એડિશનલ સીપી, ક્રાઇમ બીકે સિંહની આગેવાનીમાં કામ કરશે.

બંને ટીમોએ તત્કાલ પ્રભાવથી નૉર્થ-ઇસ્ટ દિલ્હીમાં થયેલી હિંસા અને ઉપદ્રવ સાથે જોડાયેલા મામલાઓની તપાસની જવાબદારી સંભાળી લીધી છે. હવે દિલ્હી હિંસા (Delhi Violence) સાથે જોડાયેલી તમામ એફઆઇઆરની કોપી એસઆઇટીને સોંપી દેવામાં આવી છે. 

અત્યાર સુધીમાં 48 FIR, વધુ 20 નોંધવાની તૈયારી

આ દરમિયાન દિલ્હી પોલીસે હિંસા અને ઉપદ્રવના મામલામાં અત્યાર સુધીમાં 48 એફઆઇઆર નોંધી છે. સાથે જ વધુ 20 એફઆઇઆર નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવા મુજબ તેઓને એક હજાર સીસીટીવી ફુટેજ મળ્યા છે જેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ કાબુમાં છે. 

નોંધનીય છે કે, દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારોમાં નાગરિકતા કાયદાના વિરોધ અને સમર્થન કરતા બે જુથો વચ્ચે ઘર્ષણ થયું. જેણે બાદમાં હિંસાનં સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમા 38 લોકોના મોત થઇ ચૂક્યું છે અને 150થી વધારે લોકો ઘાયલ છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

CAA CAA Protest Delhi Police Delhi violence investigation Investigation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ