બ્રેકિંગ ન્યુઝ
VTV / delhi uttar pradesh weather update early winter prediction in north india
MayurN
Last Updated: 03:07 PM, 12 October 2022
ADVERTISEMENT
છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં શિયાળાની ઋતુ મોડી આવી રહી હતી, પરંતુ આ વર્ષે આ ટ્રેન્ડ બદલાઇ શકે છે. ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં ભારે વરસાદથી ઠંડકનો માહોલ સર્જાયો છે. સતત ઘણા દિવસોના વરસાદ બાદ દિલ્હીમાં હાલ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી છે અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી જઈ રહ્યું છે. એટલું જ નહીં આગામી સપ્તાહમાં તે ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ થઇ શકે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે શિયાળાની શરૂઆત સમયસર થઈ શકે છે, જે છેલ્લા ઘણા વર્ષોથી મોડી આવી રહી હતી. પાક ચક્ર, આબોહવા પરિવર્તન અને અન્ય ચિંતાઓની દ્રષ્ટિએ આ સારા સમાચાર છે.
ADVERTISEMENT
દિલ્હીમાં શિયાળો વહેલો આવશે
સ્કાઈમેટ વેધરના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં 26 ઓક્ટોબર સુધી હવામાન યથાવત્ રહેશે. સવાર-સાંજ થોડી ઠંડક રહેશે. આ ઉપરાંત બપોરનો સમય પણ સુખદ રહેશે. 25 ઓક્ટોબરે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આ સિવાય મહિનાના અંત સુધીમાં તે ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જો કે રાહતની વાત એ છે કે ગુરુવારથી વાતાવરણ સાફ થઈ જશે અને ઓક્ટોબરના અંત સુધી વરસાદ ફરી પાછો આવે તેવી સંભાવના નથી. ઓક્ટોબરમાં દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યોમાં સરેરાશ કરતા 500થી 700 ટકા વધુ વરસાદ થયો છે.
મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ, પહાડોમાં હિમવર્ષા
હવામાન વિભાગનું કહેવું છે કે આ પોસ્ટ ચોમાસાનો વરસાદ હતો, જે થોડો વધુ અટકી ગયો હતો. એક તરફ ઓક્ટોબરમાં મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરની વાદીઓમાં ભારે હિમવર્ષા થઈ છે. ધર્મશાળા, મનાલી, શિમલા જેવા શહેરોમાં પહાડો બરફથી લદાયેલા છે. પર્વતો પર શિયાળાની જલ્દી શરૂ થનારી અસર આગામી કેટલાક દિવસોમાં મેદાન પર પણ જોવા મળી શકે છે.
શું ચોમાસાની વિદાયની જાહેરાત ખોટી હતી?
હવામાન ખાતાએ ચોમાસાની વિદાયની કરેલી જાહેરાત થોડી વધુ વહેલા થઇ ગઈ હોવાનું એક્સપર્ટ માની રહ્યા છે. હકીકતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓક્ટોબરના 10 દિવસમાં સરેરાશ કરતા 405 ટકા વધુ વરસાદ થયો છે. દિલ્હીમાં 625 ટકા વધુ વરસાદ થયો છે. હરિયાણામાં સરેરાશ કરતા 577 ટકા અને ઉત્તરાખંડમાં 538 ટકા વધુ વરસાદ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.