બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / દિલ્હીથી વારાણસી જનારી ફ્લાઇટમાં બોમ્બ મૂક્યાની સૂચનાથી મચ્યો હડકંપ, યાત્રિકો ઇમરજન્સી વિન્ડોમાંથી કૂદ્યાં
Last Updated: 07:45 AM, 28 May 2024
દિલ્હીથી બનારસ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો. ઇન્ડિગો ફ્લાઈટ આજે એટલે કે મંગળવારે સવારે દિલ્હીથી બનારસ માટે ટેકઓફ કરવાની હતી, જ્યારે પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા. આ પછી તરત જ વિમાનનું ઇમરજન્સી ઇવેક્યુએશન કરાવવામાં આવ્યું.
ADVERTISEMENT
ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાઈ ગયો. આ લોકો એરપોર્ટ પર જ પ્લેનના ઇમરજન્સી એક્ઝિટમાંથી કૂદીને ભાગવા લાગ્યા. વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ, ફ્લાઈટને એક અલગ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તમામ મુસાફરોને ઇમરજન્સી એક્ઝિટ કરાવવામાં આવી.
There was news of a bomb in the flight going from Delhi to Varanasi at 5:35 AM today. QRT reached the spot. All the passengers were evacuated through the emergency door. All passengers are safe, flight is being inspected: Delhi Fire Service
— ANI (@ANI) May 28, 2024
ADVERTISEMENT
ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સિવાય CISFની 5 ટીમ પણ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે આજે સવારે 5:35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી. તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.
There is news of bom 💣 in the flight going from Delhi to Varanasi this morning. pic.twitter.com/fI0Gk8w8gX
— 🅟🅢𝕸𝖆𝖓𝖎𝖐𝖆𝖓𝖉𝖆𝖗𝖆𝖏𝖆𝖓மோடியின் குடும்பம் (@surabhi2003) May 28, 2024
વધુ વાંચો: સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં બિભવ કુમારને ફટકો, જામીન અરજી કોર્ટે ફગાવી
હાલમાં ફ્લાઈટમાં ખરેખર બોમ્બ છે કે નહીં કે પછી તે ફેક કોલ છે કે કેમ તે તપાસ બાદ જ ખબર પડશે. જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. આટલું જ નહીં, ગૃહ મંત્રાલયમાં બોમ્બ હોવાના સમાચાર પણ આવ્યા હતા, જે બાદમાં તમામ ફેક સાબિત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.