દિલ્હીઃ રાબિયા ગર્લ્સ સ્કૂલની દાદાગીરી, 59 બાળકીને બનાવી બંધક

By : kaushal 07:46 PM, 11 July 2018 | Updated : 07:48 PM, 11 July 2018
દિલ્લીની રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે...સ્કૂલ સંચાલકો દ્વારા 59 બાળકીને બેઝમેન્ટમાં 6 કલાક સુધી બંધ કરી રાખી...આવું શાળાએ શા માટે કર્યું તે પણ તમને જાણીને નવાઈ લાગશે...વાલીઓનો આક્ષેપ છે કે ફી ન ભરી હોવાથી શાળા સંચાલકો દ્વારા આ પ્રકારની માસૂમ બાળકીનો સજા આપવામાં આવી...

જ્યારે વાલીઓ શાળાએ બાળકીઓને લેવા માટે ગયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે 59 બાળકીઓ ક્લાસમાં જ ન હતી...જ્યારે શિક્ષકને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ફી ન ભરી હોવાથી બાળકીઓની હાજરી નથી પૂરાઈ..અને તેમને બેઝમેન્ટમાં બેસાડવામાં આવી છે...વાલીઓનો આક્ષેપ છે કે બેઝમેન્ટમાં બાળકીઓને ફ્લોરમાં બેસાડી દીધી હતી..જ્યાં પંખો પણ ન હતો..બાળકીઓ ગરમી અને ભૂખથી પરેશાન હતી..

કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો કે બાળકીઓને 6 કલાક સુધી વોશરૂમ પણ જવા નહોતી દેવાઈ...વાલીઓનું માનીએ તો તેમણે સપ્ટેમ્બર સુધીની ફી ભરી દીધી છે...જોકે આ મામલે સ્કૂલ તંત્રએ આક્ષેપ ફગાવી દીધો છે..અને કહ્યું કે જ્યાં બાળકીઓને રખાઈ હતી તે બે{મેન્ટ નથી..એિક્ટવીટી રૂમ છે...જોકે આ સમગ્ર મામલે ડેપ્યુટી મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ તપાસના આદેશ આપ્યા છે..અને બેદરકારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે... Recent Story

Popular Story