બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:06 PM, 4 December 2024
જ્યાં મર્દો પણ જવામાં ડર અનુભવે છે તેવા સ્મશાનમાં એક મહિલાએ એક નહીં બલ્કે હજારોની સંખ્યામાં નનામી લાશોના અંતિમ સંસ્કાર કર્યાં હતા. એક રીતે ઘણું ધર્મનું કામ અને બીજી રીતે પુરુષોને લાજી મરવું પડે તેવું આ કામ છે.
ADVERTISEMENT
દિલ્હીમાં 4,000 થી વધુ અનામી મૃતદેહોના અંતિમ સંસ્કાર
છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીમાં 4,000 થી વધુ અનામી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર પૂજા શર્માને BBCની 2024ની 100 પ્રેરણાદાયી અને પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, હોલીવુડ અભિનેત્રી શેરોન સ્ટોન, ઓલિમ્પિક એથ્લેટ રેબેકા એન્ડ્રેજે અને એલિસન ફેલિક્સ જેવા નામ સામેલ છે.
ADVERTISEMENT
કોણ છે પૂજા શર્મા?
પૂજા શર્માનો જન્મ 7 જુલાઈ 1996ના રોજ દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તે "બ્રાઈટ ધ સોલ ફાઉન્ડેશન" નામની એનજીઓના સ્થાપક છે, જે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના કલ્યાણ માટે કામ કરે છે. આ NGOનો ઉદ્દેશ્ય જરૂરિયાતમંદોને સશક્તિકરણ અને પ્રોત્સાહિત કરવાનો છે.
ભાઈના અંતિમ સંસ્કારથી શરુ થયું લાશોના અંતિમ સંસ્કારનું કામ
2022માં પૂજાએ તેનો મોટો ભાઈ ગુમાવ્યો. નાની તકરાર બાદ તેના ભાઈની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જ્યારે પરિવારનો કોઈ સાથ ન મળ્યો ત્યારે પૂજાએ પોતે જ તેના ભાઈના અંતિમ સંસ્કાર કર્યા. સમાજની પરંપરાઓને તોડીને તેણે માથા પર પાઘડી બાંધીને આ વિધિ કરી હતી. ત્યારથી તેમણે એવા લોકોના અંતિમ સંસ્કાર કરવાનો સંકલ્પ કર્યો કે જેમનું કોઈ નથી.
4,000 થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર
છેલ્લા ત્રણ વર્ષમાં પૂજાએ દિલ્હીમાં હજારો અનામી મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ કામ કરતી વખતે તેમને તેમના સમુદાય અને પંડિતોના ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે હિંદુ પરંપરામાં, અંતિમ સંસ્કાર પુરુષો દ્વારા કરવામાં આવે છે. પરંતુ પૂજાએ આ રૂઢિપ્રયોગોને તોડી નાખ્યા અને માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મોના મૃતકોને પણ સન્માનપૂર્વક વિદાય આપી.
સોશિયલ મીડિયા પર અગ્રેસર
પૂજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનું કામ શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 3.5 લાખ ફોલોઅર્સ છે. તેણી તેના અનુયાયીઓને સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT