દિવાળીના 24 કલાક બાદ પણ દિલ્લીમાં શ્વાસ લેવો મુશ્કેલ

By : krupamehta 11:58 AM, 09 November 2018 | Updated : 11:59 AM, 09 November 2018
નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્લીમાં લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. કારણ છે ફટાકડા ફોડ્યા બાદ ફેલાયેલો ધૂમાડો અને પ્રદૂષણ.

દિન પ્રતિદિન દિલ્લીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. સાથે જ શિયાળાના કારણે ધૂમ્મસ વધી રહ્યું છે. જેથી ધૂમાડો અને ધૂમ્મસ ભરી જતાં સ્મોગમાં પરિવર્તિત થઈ જાય છે અને લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બને છે. આ સ્મોગના કારણે અસ્થમાની બિમારી થઈ શકે છે.

દિલ્લીમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે. ત્યારે તંત્ર દ્વારા દિલ્લીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ તંત્રએ વૃક્ષોમાં પાણીનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. જેથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે.

તો બીજી તરફ તંત્રએ ડીઝલ વાહનો થોડા દિવસ ન ચલાવવા માટે અપીલ કરી છે. દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 585 સુધી પહોંચી ગઈ છે. જે ઘણી ખતરનાક છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને ફટાકડા ફોડવાના આરોપમાં પોલીસે અત્યાર સુધી 300 લોકોની ધરપકડ કરી છે અને 600 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરીને 1300 કિલો ફટાકડા જપ્ત કર્યા છે.Recent Story

Popular Story