બ્રેકિંગ ન્યુઝ
VTV / Delhi police Verdict on Viral Video realted to CAA Protest at Delhi
Bhushita
Last Updated: 12:03 PM, 16 December 2019
ADVERTISEMENT
સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
હાલમાં એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ બસની અંદર જઈને જારથી કંઈક નાંખી રહ્યા છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ વીડિયોથી એક ફોટો લઈને ટ્વિટ કર્યું છે કે આ ફોટો જુઓ...કોણ બસ અને કારને આગ લગાવી રહ્યું છે. આ ફોટો સૌથી મોટો પૂરાવો છે બીજેપીની ગંદી ચાલનો. તેનો કંઈ જવાબ આપી શકશે ભાજપના નેતા.
ADVERTISEMENT
इस बात की तुरंत निष्पक्ष जाँच होनी चाहिए कि बसों में आग लगने से पहले ये वर्दी वाले लोग बसों में पीले और सफ़ेद रंग वाली केन से क्या डाल रहे है.. ?
— Manish Sisodia (@msisodia) December 15, 2019
और ये किसके इशारे पर किया गया?
फ़ोटो में साफ़ दिख रहा है कि बीजेपी ने घटिया राजनीति करते हुए पुलिस से ये आग लगवाई है. https://t.co/8eaKitnhei
ADVERTISEMENT
ડેપ્યુટી સીએમએ કરી અન્ય ટ્વિટ
તેઓએ કહ્યું છે કે આ વાતની તરત જ તપાસ થવી જોઈએ. બસમાં આગ લગાવતાં પહેલાં આ વર્દી વાળા લોકો બસમાં પીળા અને સફેદ રંગના કેનથી શું નાંખી રહ્યા છે? આ કોના ઈશારે કરવામાં આવી રહ્યું છે? ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપે ગંદી રાજનીતિ કરીને પોલીસ પાસે આગ લગાવડાવી છે.
ADVERTISEMENT
આગ લગાવવાના આરોપને લઈને દિલ્હી પોલીસે આપ્યો આ જવાબ
દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કહ્યું કે તમારે એ આખો વીડિયો જોવો જોઈએ. બસની બહાર આગ લાગી હતી. પોલીસ આગ બુઝાવવાને માટે બસમાં પાણી નાંખી રહી છે. જ્યારે અમે યુનિવર્સિટીમાં પ્રદર્શનકર્તાઓને શાંચ કરી રહ્યા હતા તો તેઓ અમારા પર પત્થરમારો કરી રહ્યા હતા. તેમને રોકવા માટે અમે ટીયરગેસનો ઉપયોગ કર્યો. આ એક અસાધારણ સ્થિતિ હતી. યૂનિવર્સિટીની અંદર પણ પોલીસ પર પત્થરમારો થઈ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાનો પૂર્વોત્તર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. આસામ, ત્રિપુરા, મેઘાલયમાં અનેક જગ્યાઓએ હિંસક પ્રદર્શન પણ થયું. 3 રાજ્યોમાં સ્થિતિ હાલમાં કાબૂમાં છે. અનેક જગ્યાઓએ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ છે. પીએમ મોદીએ ત્રણેય રાજ્યોના નાગરિકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.