બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi Police station At Brijbhushan Singh's house, statements of 12 people were taken together

BIG BREAKING / બૃજભૂષણ સિંહના ઘર પર દિલ્હી પોલીસના ધામા, એકસાથે 12 લોકોના નિવેદન લેવાયા

Megha

Last Updated: 09:15 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો મુદ્દો અટકવાનું નામ નથી લઈ રહ્યો. યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે.

  • બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો મુદ્દો અટકવાનું નામ નથી લઈ રહ્યો
  • બૃજભૂષણ સિંહ વિરુદ્ધ ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી
  • SITએ બૃજભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન નોંધ્યા

છેલ્લા થોડા દિવસોથી એક મુદ્દો ચાલી રહ્યો છે જે અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ મુદ્દો ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચેનો છે અને બંને વચ્ચેનો આ વિવાદ હજુ પણ ચર્ચાનો વિષય છે. 

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હી પોલીસે કાર્યવાહી તેજ કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ સોમવારે રાત્રે લખનૌ અને ગોંડામાં બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી હતી. SITએ બૃજભૂષણના ઘરે હાજર 12 લોકોના નિવેદન નોંધ્યા છે. આ સાથે જ દિલ્હી પોલીસે પુરાવા તરીકે બૃજભૂષણ સિંહના ઘર અને તેની સાથે કામ કરતા લોકોના નામ અને સરનામા અને ઓળખ કાર્ડ એકત્ર કર્યા છે. 

જો કે આ તપાસ બાદ પોલીસ ટીમ દિલ્હી પરત ફરી હતી. 

એ વાત તો છેલ્લા ઘણા સમયથી નોંધનીય છે કે વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પ્રોટેસ્ટ કરી રહી છે અને આ રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. 

21 એપ્રિલે 7 મહિલા કુસ્તીબાજોએ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે 28 એપ્રિલે દિલ્હી પોલીસે બૃજભૂષણ સિંહ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 137 લોકોના નિવેદન નોંધ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Brij Bhushan Sharan Singh Brijbhushan Singh Delhi Police Wrestlers Protest wrestlers protest in delhi બૃજભૂષણ સિંહ Brij Bhushan Sharan Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ