બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાપ રે... યુવકના આંતરડા પર જીવતો વંદો ચોંટેલો, તો બહાર કેવી રીતે નીકાળ્યો? ડૉક્ટરોએ અપનાવી આ ટેક્નિક

ભારે કરી! / બાપ રે... યુવકના આંતરડા પર જીવતો વંદો ચોંટેલો, તો બહાર કેવી રીતે નીકાળ્યો? ડૉક્ટરોએ અપનાવી આ ટેક્નિક

Last Updated: 07:26 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ વ્યક્તિના પેટમાંથી વંદો બહાર કાઢવામાં આવે તો.. આ સાંભળીને થોડું વિચિત્ર ભલે લાગે પરંતુ આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ એક યુવકના પેટમાંથી જીવતો વંદો બહાર કાઢ્યો છે.

રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, એક ખાનગી હોસ્પિટલમાં 23 વર્ષના યુવકનું ઓપરેશન કરીને તેના નાના આંતરડામાંથી એક જીવતો વંદો કાઢવામાં આવ્યો હતો. જે બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં છે કે જીવતો વંદો યુવકના પેટમાં કેવી રીતે પહોંચ્યો. આટલું જ નહીં જે યુવકના પેટમાંથી વંદો નીકળ્યો હતો તે પણ સમજી શકતો નથી કે તેની સાથે આવું કેવી રીતે થયું.

vanda.jpg

વાત એમ હતી કે દર્દીને છેલ્લા 2-3 દિવસથી સતત પેટમાં દુખાવો થઈ રહ્યો હતો, જે બાદ તે યુવક હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન દર્દીના નાના આંતરડામાં 3 સેમી વંદો મળી આવ્યો અને ડોક્ટરોએ 10 મિનિટની એન્ડોસ્કોપી દ્વારા 23 વર્ષીય વ્યક્તિના પેટમાંથી વંદો કાઢ્યો હતો.

PROMOTIONAL 12

જો કે સવાલ એ થાય કે આ વંદો એ યુવકના પેટમાં કેવી રીતે પહોંચ્યો? તેના પર ડોક્ટરનું કહેવું છે કે શક્ય છે કે દર્દીએ જમતી વખતે વંદો ગળી ગયો હોય અથવા એવું પણ બની શકે છે કે તેઓ સૂતા હતા ત્યારે મોંમાંથી વંદો પ્રવેશી ગયો હોય.

વધુ વાંચો: મહિલાએ આ કામ માટે કર્યો બાઇકનો ઉપયોગ, નિન્જા ટેકનિક જોઈને લોકો દંગ, જુઓ જુગાડું વીડિયો

ડૉક્ટરના જણાવ્યા અનુસાર પેટની અંદર જીવંત વંદો જીવલેણ પણ બની શકે એટલા માટે તરત જ વંદો દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી. ડોકટરોએ એન્ડોસ્કોપી કરી અને નાના આંતરડામાંથી જીવંત વંદો બહાર કાઢ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે એન્ડોસ્કોપી કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો હતો અને આ દરમિયાન વંદાને સરળતાથી બહાર કાઢવામાં આવ્યો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cockroach in stomach Cockroach Delhi News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ