આગાહી /
આ રાજ્યોમાં બદલાયું હવામાન, આજે અહીં થઈ શકે છે ભારે પવન સાથે વરસાદ
Team VTV10:00 AM, 20 Jun 20
| Updated: 10:44 AM, 20 Jun 20
હવામાન વિભાગની જાણકારી અનુસાર હરિયાણા અને ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં શનિવારે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. આ બદલાવના કારણે આજે કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા વર્તાઈ છે. રાજસ્થાન અને દિલ્હી સહિત અનેક જગ્યાઓએ આજે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે કરી આગાહી
આ રાજ્યોમાં આજે પડશે વરસાદ
ભારે પવન સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે હરિયાણાના હિસાર, જિંદ, ભિવાની, રોહતકની સાથે દિલ્હીમાં પણ વરસાદની શક્યતા છે. અહીં 30-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
Delhi: Waterlogging in Mandi House area following rainfall in the national capital today. pic.twitter.com/tn45zYJVUj
સ્કાયમેટ અનુસાર, આજે 20 જૂને બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પૂર્વી અને દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢના ભાગો, કર્ણાટક અને ઉત્તર-પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ભાગો, કેરળ, ઓડિશા, તેલંગાણા, દક્ષિણ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક ભાગો અને જમ્મુ-કાશ્મીરના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ આજે વરસાદની શક્યતા છે. રાજધાની દિલ્હી સહિત આ અનેક વિસ્તારો ભીષણ ગરમીનો પ્રકોપ સહી રહ્યા છે. આવનારા અઠવાડિયાની શરૂઆત અહીં ચોમાસું લઈને આવે તેવી શક્યતા પણ છે.
હવામાનની આગાહી
ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આજે દિલ્હીમાં આકાશ વાદળછાયું રહેશે. સાથે સામાન્ય વરસાદની શક્યતા પણ છે. અહીં અધિકતમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે.
સત્તાવાર ચોમાસું આ તારીખથી બેસશે
હવામાન વિભાગની આગાહી અનુસાર 21થી 25 જૂને અહીં ચોમાસું દસ્તક દેશે. 21-22 જૂને વેસ્ટ યૂપી અને ઉત્તરાખંડમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. જ્યારે 22-23 જૂને ઉત્તર પૂર્વ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના પૂર્વી ભાગમાં ચોમાસું દસ્તક દઈ શકે છે.