બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / હવે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી તો થશે 5000નો દંડ, જાણો ક્યાં શરૂ કરવામાં આવ્યા ઓટોમેટિક ઈ-ચલણ
Last Updated: 03:00 PM, 15 August 2024
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર જતા લોકો સાવધાર થઈ જાઓ. એક્સપ્રેસ વે પર હવે ગાડી ઓવર સ્પીડ કરવી ખિસ્સા પર ભારે પડી શકે છે. એવામાં ગાડી સંભાળીને ચલાવો. કારણ કે થોડી પણ ગાડી ઓવર સ્પીડ થવા પર પાંચ હજાર રૂપિયાનું ચલણ ભરવું પડશે.
ADVERTISEMENT
ઈ-ચલણ સિસ્ટમ
ADVERTISEMENT
એક્સપ્રેસવે પર ઈ ચલણ સિસ્ટમ શરૂ થઈ ચુકી છે. એવામાં ગાડીની ઓવર સ્પીડ થવા પર એક્સપ્રેસવે પર લાગેલા કેમેરીની મદદથી ગાડીની સ્પીડને નોટ કરી શકાશે અને ચલણ સીધું વાહન ચાલકના ઘરે પહોંચી જશે.
ઓવર સ્પીડના કારણે દુર્ઘટનાના વધતા કેસો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સતત ઓવર સ્પીડના કારણે દુર્ઘટના થઈ રહી છે અને લોકોનો જીવ જઈ રહ્યો છે. એક્સપ્રેસવેનો સૌથી મોટો ભાગ રાજસ્થાન અને ગુજરાતનો છે. રાજસ્થાન અલવર, દૌસા, સવાઈ માધોપુરના કોટાથી એક્સપ્રેસવે પસાર થાય છે.
વધુ વાંચો: જોનનો અભિનય દમદાર તો પણ ફિલ્મ વેદામાં કયા રહી ગઈ ચૂક, જાણો જોવાય કે નહીં?
અલવર અને દૌસા ક્ષેત્રમાં સૌથી વધારે માર્ગ દુર્ઘટના થઈ રહી છે. આ ઘટનાને રોકાવા માટે એક્સપ્રેસવે પર ઈ-ચલણ વ્યનસ્થા શરૂ કરવામાં આવી છે. એક ઓગસ્ટથી એક્સપ્રેસવે પર ઈ-ચલણ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અલવર પોલીસ દ્વારા 200થી વધારે ઓવર સ્પીડના ચલણ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.