બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / આ નખરાળી શું કામ ભડકાવતી હશે ! મેટ્રોમાં કર્યો ગંદામાં ગંદો ડાન્સ, જોવો ગમે નહીં તેવો
Last Updated: 05:00 PM, 22 July 2024
દિલ્હી મેટ્રો તો છોકરીઓના અશ્લિલ ડાન્સથી પહેલેથી જ બદનામ છે, તેથી હવે અહીં ગમે તેટલો ગંદામાં ગંદો ડાન્સ કરવામાં આવે તો પણ લોકોને ખરાબ લાગતું નથી કારણ કે અશ્લિલતા હદ બહાર જતી રહી છે અને લોકો ટેવાઈ ગયાં છે. દિલ્હી મેટ્રોમાં અશ્લીલ ડાન્સનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રેડ ડ્રેસમાં છોકરી લેડીઝ કોચમાં રીલ બનાવી રહી છે. છોકરી 'તેરી ચડતી જવાની બોલે' ગીત પર અશ્લીલ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોના અંતે તે કેમેરા તરફ જુએ છે અને કિસ કરે છે. ડાન્સિંગ ગર્લના ઈન્સ્ટાગ્રામ પર છ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની રીલ્સને લાખો વ્યુઝ મળે છે. તેણીએ ત્રણ હજારથી વધુ રીલ્સ પોસ્ટ કરી છે. નવાઈની વાત એ છે કે અશ્લીલ ડાન્સ કરવા બદલ તેની સામે અગાઉ પણ એક વખત કાર્યવાહી થઈ ચૂકી છે.
ADVERTISEMENT
Delhi Metro में अश्लील नाच- गाना और Reel, भोजपुरी गाने पर थिरकी लड़की, #VIDEO हो रहा वायरल। नहीं कोई शर्म , लड़की का नाम मनीषा डांसर , दिल्ली से लेकर मुंबई में पहले भी #reels बनाने को लेकर हो चुकी है कार्रवाई , उसके बाद भी कानून का नहीं डर।#Delhimetro #Delhi #Reel #instagram… pic.twitter.com/hVdDFqzDeS
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) July 21, 2024
લાખો ફોલોઅર્સ સાથે યુવતીનો અશ્લીલ ડાન્સ
ADVERTISEMENT
દિલ્હી મેટ્રોમાં ડાન્સ કરતી યુવતીની ઓળખ મનીષા ડાન્સર તરીકે થઈ છે. 23 સેકન્ડના વિડિયોમાં તે એક થાંભલા પાસે ઊભી રહીને ડાન્સ કરી રહી છે. આ દરમિયાન ત્યાં બેઠેલી ઘણી મહિલાઓ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી છે. તે અશ્લીલ સ્ટેપ્સ કરીને હસવા લાગે છે. મનીષા ઈન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો પણ બનાવે છે. થોડા સમય પહેલા જ્યારે મુંબઈ પોલીસે તેની સામે કાર્યવાહી કરી ત્યારે તેણે માફી પણ માંગી હતી.
વધુ વાંચો : VIDEO : મેળામાં ખુલ્લેઆમ છોકરા-છોકરીની કિસનો વીડિયો વાયરલ થતાં હડકંપ, લોકોને 'મજા' આવી
મનિષા સામે પહેલા થઈ ચૂકી છે કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે ગંદો ડાન્સ કરનાર મનિષા સામે પહેલા પણ આવા ડાન્સ બદલ કાર્યવાહી થઈ ચૂકી છે છતાં પણ તે સુધરી નથી અને આજે ફરી વાર તેણે અશ્લિલતાનું પ્રદર્શન કર્યું છે. અગાઉ તેનો વીડિયો વાયરલ થયા બાદ તેને પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું. તે વખતે તેણે કહ્યું હતું કે 'હું મુંબઈ મળવા આવી હતી. મેં અહીં કેટલાક વીડિયો બનાવ્યા જેના માટે કોઈ પરવાનગી નહોતી. આ અંગે મારા નામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજ પછી હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. હું હાથ જોડીને માફી માંગું છું. હું તમને એવી પણ સલાહ આપીશ કે જાહેર સ્થળોએ આવા વીડિયો ન બનાવો કારણ કે તેની સામે કાર્યવાહી થઈ શકે છે. થોડા સમય પહેલા લોકોને સલાહ આપતી મનીષા હવે નવા વીડિયોમાં અશ્લીલતા પીરસતી જોવા મળી રહી છે.
કડક કાર્યવાહી કરો-લોકોની બુલંદ માગ
દિલ્હી મેટ્રોમાં ડાન્સનો વીડિયો જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. લોકોએ યુવતી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વીડિયો પોસ્ટ કરનાર યુઝરે લખ્યું છે કે આ છોકરી સામે રીલ બનાવવા માટે મુંબઈમાં કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ તે કાયદાથી ડરતી નથી. લોકોએ ડીએમઆરસી અને દિલ્હી પોલીસને ટેગ કરીને યુવતી સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.