બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi Mayor Election Case Reached Supreme Court: AAP Filed Petition in SC, Know Why

MCD Mayor Election / દિલ્હી મેયરની ચૂંટણીનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ: AAPએ લગાવી SCમાં ગુહાર, જાણો કેમ

Megha

Last Updated: 10:16 AM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મેયરની ચૂંટણી માટે AAPએ બે માંગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પાર્ટીના અધિકારીઓ આ વિશે જાણકારી આપી હતી.

  • MCDના મેયરની ચૂંટણીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
  • ચૂંટણી માટે AAPએ બે માંગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
  • ભાજપ પર લગાવ્યો ગંદી રાજનીતિનો આરોપ

દિલ્હી નગર નિગમ (MCD)ના મેયરની ચૂંટણીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી (AAP) ના મેયર પદના ઉમેદવાર શૈલી ઓબેરોયે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કર હતી અને મેયરની ચૂંટણી "સમયબદ્ધ રીતે" હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. જણાવી દઈએ કે આ મામલે શુક્રવારે એટલે કે આજે સુનાવણી થવાની શક્યતા છે. જણાવી દઈએ કે દિલ્હીના મેયરની ચૂંટણી માટે AAPએ બે માંગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પાર્ટીના અધિકારીઓ આ વિશે જાણકારી આપી હતી. 

જણાવી દઈએ કે બે દિવસ પહેલા મંગળવારે બીજી વખત દિલ્હીના મેયરની ચૂંટણીમાં વિક્ષેપ પડ્યો હતો કારણ કે કેટલાક કાઉન્સિલરોના હોબાળા પછી ઉપરાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરે અનિશ્ચિત સમય માટે તેને સ્થગિત કરી દીધું હતું. 

આમ આદમી પાર્ટીએ અરજીમાં આ બે વાત કહી
AAPના મેયરપદના ઉમેદવાર શૈલી ઓબેરોય અને પાર્ટીના નેતા મુકેશ ગોયલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બે મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. એક, નવા સેટઅપની પસંદગી સમયબદ્ધ રીતે થવી જોઈએ અને બીજું એલ્ડરમેનને મતદાન કરવાની મંજૂરી ન આપવી જોઈએ કારણ કે કાનૂન પણ તેની અનુમતિ નથી આપતું. 

ભાજપ પર લગાવ્યો ગંદી રાજનીતિનો આરોપ
આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે "દિલ્હીની જનતાએ MCD ચૂંટણીમાં AAPને બહુમતી આપી છે પણ ભાજપ તેની ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપનું શાસન MCDમાં 2022માં જ ખતમ થઈ ગયું અને જનતાએ AAPને જીત અપાવી છે. અમે સુપ્રીમ કોર્ટમાં બે બાબતો મૂકી છે કે મેયરની ચૂંટણી સમયસર થવી જોઈએ અને તેમાં એલ્ડરમેનને મત આપવાનો અધિકાર નથી અને એમને મતદાન કરતા અટકાવવા જોઈએ." 

ભાજપે પણ કર્યો વળતો પ્રહાર 
AAPની અરજી પર વળતો પ્રહાર કરતાં દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે 'તમારે કોર્ટમાં પણ હારનો સામનો કરવો પડશે. એ લોકોએ કોર્ટમાં જણાવવું પડશે કે સાંસદમાં ખુરશી કોણે ફેંકી. સાંસદની અંદર કોણે હંગામો મચાવ્યો? આ દરેકની ફૂટેજ છે. '

MCDની બેઠકમાં થયો હતો હોબાળો 
જણાવી દઈએ કે ભાજપ એ સદનમાં હંગામાનું પૂર્વ આયોજન કરવાનો આરોપ AAPએ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપના કાઉન્સિલરો પ્લેકાર્ડ સાથે સદનની મધ્યમાં પહોંચ્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના નવા ચૂંટાયેલા ગૃહની પ્રથમ બેઠક પણ AAP અને ભાજપના સભ્યોના હોબાળા વચ્ચે 6 જાન્યુઆરીએ સ્થગિત કરવામાં આવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

AAP Leaders MCD election delhi mcd election આમ આદમી પાર્ટી દિલ્હી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન Delhi MCD Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ