બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અરવિંદ કેજરીવાલને કોઇ જ રાહત નહીં, સુપ્રીમે કહ્યું 'પહેલા હાઇકોર્ટના આદેશની રાહ જુઓ'

BIG NEWS / અરવિંદ કેજરીવાલને કોઇ જ રાહત નહીં, સુપ્રીમે કહ્યું 'પહેલા હાઇકોર્ટના આદેશની રાહ જુઓ'

Last Updated: 01:34 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Liquor Scam Case CM Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "જામની અરજી પર રોક લગાવવા માટે હાઈકોર્ટની આ રીત કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાના સ્પષ્ટ આદેશના વિરૂદ્ધ છે અને આ તે મૂળભૂત મૌલિક મર્યાદાનું ઉલ્લંઘન કરે છે જેના પર આપણા દેશમાં જામીનનો કાયદો આધારિત છે."

દારૂ ઘોટાળા કેસમાં જામની પર રોક સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. હાલ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી રાહત નથી મળી. કેજરીવાલ દ્વારા દાખલ અરજીમાં દિલ્હી હાઈ કોર્ટ દ્વારા જામીન પર રોક લગાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

Arvind-Kejriwal-custody

જસ્ટિસ મિશ્ર અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેસના સામે સુનાવણી વખતે અરજીકરનારે કહ્યું કે હાઈ કોર્ટ તેમની અરજી એટલા માટે નથી સાંભળતી કારણ કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં સ્ટે પર છે. સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી કરતા કહ્યું છે કે પહેલા હાઈ કોર્ટ પાસેથી પોતાની અરજી પરત લો પછી અમારી પાસે આવો.

હવે સુપ્રીમ કોર્ટ આ મામલામાં બુધવારે સુનવાણી કરશે. એટલે કે હાઈકોર્ટના આદેશની રાહ જોવામાં આવશે. હાલ યથા સ્થિતિ રહેશે. બુધવારે સુનાવણી પહેલા દિલ્હી હાઈ કોર્ટનો આદેશ પણ આવી જશે.

Supreme-Court

'હાઈ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ...'

સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીનના આદેશ પર વચગાળાની રોક હટાવવા પર ઈનકાર કરતા કહ્યું કે આપણે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે હાઈકોર્ટનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે તો આપણી દખલ કરવી યોગ્ય નથી. અમે અરજીને બુધવારે સુનાવણી માટે મુકીશું.

PROMOTIONAL 10

વધુ વાંચો: IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલી બાબતો ખાસ જાણી લેજો, બચી જશે લાખો રૂપિયા!

કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે જ્યારે દિલ્હી હાઈ કોર્ટ વગર ઓર્ડર કોપી અપલોડ કરેલા સ્ટે લગાવી શકે છે તો સુપ્રીમ કોર્ટ પણ હાઈ કોર્ટનો આદેશ આવે તેના પર રોક લગાવી શકે છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Liquor Scam Case CM Arvind Kejriwal અરવિંદ કેજરીવાલ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ